સામાન્ય રીતે પશુઓમાં જોવા મળતો બ્રુસેલા તાવ ગોંડલના હડમતાળા ગામની ૪ વર્ષની બાળકી કૃપાલી જસમતભાઇ ગમારામાં જોવા મળ્યો હતો. કૃપાલીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને રિપોર્ટમાં બ્રુસેલા તાવ જોવા મળતા આરોગ્ય વિભાગની ટીમ હમતાળા ગામે દોડી જઇ ઘરે ઘરે દવાનો છંટકાવ અને પશુઓને રસી આપવાની કામગીરી હાથ ધરી હતી.
ગોંડલની ત્રણ-ચાર હોસ્પિટલમાં બતાવ્યું છતાં તાવ ઉતરતો નહોતો કૃપાલીને છેલ્લા થોડા દિવસોથી તાવ આવતો હોય ત્રણથી ચાર ગોંડલની હોસ્પિટલમાં નિદાન કર્યું હતું. છતાં તાવ ઉતરતો ન હોય અને આજે વધુ તબીયત લથડતા રાજકોટ ખસેડાઇ હતી અને રિપોર્ટમાં બ્રુસેલા તાવ નોંધાયો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ તાવ પશુઓમાં જોવા મળે છે. આ તાવ પશુઓના દૂધ અને સુવાસથી લાગુ પડે છે. આ અંગેની પશુ ડોક્ટરોને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર ટીમ દોડી ગઇ હતી.
પશુપાલન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં પશુપાલકોને પણ આ રોગ થઇ શકે છે અને તેના લીધે સતત એકાતરા દિવસે તાવ આવવો, વૃષણમાં સોજા આવવા જેવા લક્ષણો જોવા મળે છે. આધુનિક સમયમાં જેમ પશુપાલન ક્ષેત્રની વધુમાં વધુ પ્રગતિની સાથે વધતાં દૂધ ઉત્પાદનની સાથે સાથે પશુઓમાં અને પશુઓમાંથી માણસોમાં ફેલાઈ શકતો બ્રુસેલા તાવ રોગના લીધે દૂધ ઉત્પાદન અને માનવીના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. બ્રુસેલા રોગમાં પશુઓનાં રોગના લીધે પાંચમા કે છઠ્ઠા મહિનાની ગર્ભાવસ્થામાં પશુઓમાં ગર્ભપાત થવાના લીધે નવા દૂધાળા પશુઓની સંખ્યા વધતી નથી, તેમજ દૂધ ઉત્પાદન પણ થતું નથી.છેલ્લા પંદર દિવસ થી સતત તાવ ના લીધે પરિવાર માં પણ ચિંતા છવાઈ હતી રાજકોટ બાદ ગોડલ ની શ્રી રામ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસ થી સારવાર અથે દાખલ થયેલ કૃપાલી ની તબિયત માં સુધારો જોવા મળી રહ્યો છે