ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સીસ્ટમનું મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના હસ્તે લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના ભાગરૂપે પાન સિટી ડેવલોપમેન્ટ અંતર્ગત સેવોત્તમ પ્રોજેક્ટનાં જુદાજુદા વિવિધ યોજનાઓ પૈકી ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સીસ્ટમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે નાના મવા સર્કલ, બી.આર.ટી.એસ. બસ સ્ટોપ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય આ પ્રોજેક્ટનઅન્વયે રાજકોટ શહેરમાં ઉપલબ્ધ જાહેર પરિવહનની વ્યવસ્થાને વધુ સારી અને સુદ્રઢ બનાવવાના ઉદેશ્યથી કુલ ૧૦.૭ કિમીના બી.આર.ટી.એસકોરીડોર પર આવેલ ૧૮ બસ સ્ટેશન પરઅંદાજીત રૂ ૧૯.૮૪ કરોડ ના ખર્ચે આ વ્યવસ્થાનું અમલીકરણકરવામાં આવ્યું છે. જેનો લાભ બસ સેવાના માધ્યમ થકી રોજીંદા જીવનમાં પરિવહન કરતા અંદાજીત ૨૫૦૦૦ થી વધુ મુસાફરોને મળશે.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટ રેમ્યા મોહન, પોલીસ કમિશન મનોજ અગ્રવાલ, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એ.આર.સિંઘ અને બી.જી.પ્રજાપતિ, રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર જયેશ કુકડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, (ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ) કે જેમાં ક્યુઆર આધારિત ટીકીટ તેમજ સ્ટોપ પર એન્ટ્રી તેમજ એક્ઝિટ માટે એક-એક ઓટોમેટીક ગેઇટ્ લગાવવામાં આવેલ છે. જે મુસાફરો દ્વારા (ક્યુઆર કોડ આધારિત) ટીકીટ બતાવવાથી તે ટીકીટ પરનો ક્યુઆર કોડ મશીનના વેલીડેટરમાં સ્કેન થશે જેના આધારે ઓટોમેટીક ગેઇટ ખુલી જશે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ ૧૯.૮૪ કરોડ રૂપિયા છે. આ પ્રકારની અદ્યતન સુવિધા દેશનાં કેટલાક મેટ્રો સ્ટેશનમાં હાલમાં ઉપલબ્ધ છે.