મહિલાઓ, વિકલાંગો તેમજ અંધ લોકોને રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તેમજ બીઆરટીએસ ના સંયુક્ત ઉપક્રમે દર રવિવારે રાહત દરે મુસાફરી માટે એક આયોજન કરવામાં આવ્યું છે તેનો ખૂબ જ
સારો પ્રતિસાદ લોકો તરફ થી મળ્યો છે.
છેલ્લા મહિને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું હતું કે 50% ની રાહત મહિલાઓ તેમજ વિકલાંગો અને અંધ લોકો માટે દર રવિવારે ખાસ બસ ખુલ્લી મૂકવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
એ ઓફિસિયલી જાહેર કર્યું હતું કે ખૂબ જ સારો પ્રતિસાદ રાજકોટ ની જાહેર જનતા દ્વારા મળ્યો છે..
સરેરાશ 7100 મહિલાઓ અને 190 વિકલાંગ લોકો એ આ યોજના નો લાભ રાજકોટ ના મુસાફરો એ લીધેલો છે..
એક સર્વે પ્રમાણે 40% લોકો સિટિ બસ નો ઉપયોગ સોમવાર થી શનિવાર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે… જેથી રવિવારના રોજ ઘણા લોકો ઘણી ખરી માત્રા માં સિટિ બસ ખાલી રહે છે.
તેના કારણે જ એવું નક્કી કરવામાં આવ્યું કે મહિલાઓ અને દિવ્યાંગો માટે રવિવારે આ બસ ને ખૂલી મૂકવામાં આવે. જેથી કરી ને સામાન્ય તેમજ મધ્યમ વર્ગ તેમજ સાધારણ વર્ગ ના લોકો આ સેવા નો લાભ લઈ શકે અને રવિવાર ને માણી શકે.