બીઆરટીએસ બસ સર્વિસ લેન્ડ પરથી પસાર થશે

મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધીના ૧૦.૭૦ કિમીના વિસ્તારમાં બીઆરટીએસ પાયલોટ બ્લુ કોરીડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા રોડ ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આગામી ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી રૈયા રોડ અને મવડી ચોકડીએ બીઆરટીએસના બસ સ્ટોપ મુસાફરો માટે બંધ રહેશે. બીઆરટીએસ બસ પણ સર્વિસ લેન્ડ પરથી પસાર થશે.

હાલ મવડી ચોકડી અને રૈયા રોડ ચોકડીએ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં ફુટીંગની કામગીરી પૂર્ણ કરીને ગર્ડર મુકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે બીઆરટીએસની ડેડીકેટેડ લેન પરથી જેસીબી સહિતની ભારે મશીનરીનું આવન જાવન થશે જેના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આગામી ૩૧મી જાન્યુઆરી સુધી બીઆરટીએસ રૂટના મવડી ચોકડી તથા રૈયા રોડ ચોકડીના બસ શેલ્ડરો મુસાફરોની આવન-જાવન માટે બંધ કરવામાં આવ્યા છે.

અહીંથી પસાર થતી બીઆરટીએસની બસ સર્વિસ લેન પરથી પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.