દીક્ષા લેનાર મુમુક્ષુઓના પરિવારમાંથી 20 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે
અબતક, જામનગર
જામનગર શહેરમાં 10 વર્ષ ના બાળ વયના ચૈત્ય અને તેની 12 વર્ષની બહેન વીરાગી કે જેઓ 11મી તારીખે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે.
ત્યારે આજે તેમના વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો, અને જામનગરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો. જામનગર માં વસવાટ કરતા અને મૂળ શિહોરના વતની એવા નંદીશ ભાઈ અને ધારિણીબેન શાહ ના બે સંતાનો 10 વર્ષ ના અનેક જૈન-જૈનેતર ભાઈઓ-પુત્ર મુમુક્ષુ ચૈત્ય તેમજ 12 વર્ષની પુત્રી મુમુક્ષુ વિરાગી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે, તેઓ 11મી તારીખે દીક્ષા ગ્રહણ કરશે.આજે આ દિક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 10થી 12 વર્ષના સગા ભાઈ બહેનોએ દીક્ષા લેવાનો પ્રસંગ બન્યો છે.જે ચાંદી બજારથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો, જેમાં બેન્ડ પાર્ટી સાથે અનેક જૈન જૈનેતર ભાઈઓ- બહેનો જોડાયા હતા.
જામનગરના લાલ બંગલા પાસે આવેલા પોપટલાલ ધારસી બોર્ડિંગ પરિસરમાં આવેલા સમેતશિખર જિનાલયમાં આવતી કાલે સવારે ત્યાગી સન્યાસ લઈ સંચમના દીક્ષા ગ્રહણ કરશે. મહિનામાં 70 વર્ષના દાદીમાં અને 28 વર્ષની દીકરીએ સંસાર માર્ગે પ્રયાસ કર્યું એ પછી હવે આ પરિવાર 10 અને 12 વર્ષના ભાઈ-બહેન દીક્ષા લેશે. આ પરિવારમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકો દીક્ષા લઈ ચૂક્યા છે.