‘મને પૂછયા વગર બાજુના ઘરમાં કેમ ગઈ’ તે બાબતે મારમારી મોતને ઘાટ ઉતારી
અબતક,રાજકોટ
ગાંધીધામમાં આવેલ જૂની સુંદરપુરી આહિરવાસમાં રહેતા અને મુળ યુપીનાં સગીર યુવાને તેની સગી બહેનને લાકડા વડે માથામાં મારમારતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતુ કે સગીરની બહેન પાડોશીના ઘરે જતા તે બાબતનો ખાર રાખી મારમારી મોતને ઘાટ ઉતારી હતી.
વિગતો મુજબ હાલ ગાંધીધામ ખાતે રહેતા અને મુળ યુપીના શખ્સે પાડોશીના ઘરે તેની સગી બહેન જતા તે બાબતે તેની બહેન સાથે ઝઘડો કરી તેના માથામાં લાકડાના ધોકા વડે મારમારતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ. બનાવની જાણ પોલીસને થતા પોલીસે આરોપી સગીર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.