મિલકતના પ્રશ્ને પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા ભરનિંદ્રામાં રહેલા પિતા પુત્ર ગંભીર
પવિત્ર રમજાન ઈદની ઉજવણી પુરી કરીને રાત્રીના ઘરે ફર્યા બાદ નિંદ્રાધીન પરિવાર પર કાળ બનીને ત્રાટકેલા મોટાભાઈએ નાનાભાઈના પરિવારને મકાન બાબતે ચાલતા વિવાદનું મનદુ:ખ રાખીને તમામ સભ્યો પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપીને આગને હવાલે કરી દીધા હતા. જેમાં માતા અને પુત્રીના કરૂણ મોત નિપજયા હતા.
જયારે પુત્ર અને પિતાની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું હતુ બનાવને અંજામ આપનારા આરોપી પણ શરીરે દાઝી જતા બે ભાઈ અને એ દિકરી સહિત ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોટાભાઈ હાજી યુસુફશાએ રાત્રીનાં મોહમદ ઈબ્રાહીમતેની પત્ની અને બે પુત્રીઓ પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી આગ લાગી હતી.
બનાવમાં શેરબાનુ મોહમદ ઈબ્રાહીમ પર ઉ.૬૫ અને તેની પુત્રી જુલેખા મોહમદ ઈબ્રાહીમ પીર ઉ.૪૦નું ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજયું હતુ જયારે સાબેરાબેબી મોહમદપીર ઉ.૪૫ તથા તેના પિતા મોહમદ ઈબ્રાહીમ હાજી ઈસ્માઈલશા પર ગંભીર રીતે દાઝી ગયા હતા તો આગ ચાંપનાર પોતે પણ ગંભીર રીતે દાઝી જતા તેને પણ સારવાર માટે ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે પોલીસે દાઝી ગયેલા સાબેરાબેબીની ફરિયાદ કરી હતી આઈપીસી કલમ ૩૦૨ તથા ૩૦૭ની કલમો હેઠળ હાજી યુસુફશા હાજી ઈસ્માઈલશા પીર વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસ ઈન્સ્પેકટર એમ.જે.જલુએ તપાસ હાથ ધરી છે.