કાકા અને ભત્રીજી વચ્ચે અનૈતિક સંબંધનો કરુણ અંજામ: બહેનનું ગળુ દાબી મોતને ઘાટ ઉતારી ભાઈ પોલીસ મકે હાજર યો
લોધીકા તાલુકાના પાળ ગામે કુટુંબી કાકા અને ભત્રીજી વચ્ચેના આડાસંબંધને કારણે બહેનને સગા ભાઈએ દોરીથી ગળાટુંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બહેનની હત્યા કરી પોલીસ મકે હાજર યેલા ભાઈને પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાં પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામની પરિણીતા આરતીબેન ઉર્ફે રવીનાબેન દિપકભાઈ પરમારને તેના કુટુંબી કાકા અજય સોમા પરમાર સો આડો સંબંધ હોવાથી પાળ ગામના વીજય ઉર્ફે ઘોલુ દિનેશ પરમારે હત્યા કર્યાની દિપક પ્રેમજી પરમારે લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આરતી ઉર્ફે રવીનાને પાંચેક વર્ષ પહેલા કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે દિપક પ્રેમજી પરમાર સો લગ્ન યા હતા. તેણીને લગ્ન જીવન દરમિયાન સંતાન પ્રાપ્તી ઈ ન હતી. પરંતુ કુટુંબી કાકા અજય સોમા પરમાર સો છેલ્લા ઘણા સમયી આડો સંબંધ હોવાથી આરતી અને તેનો ભાઈ વિજય પરમાર વચ્ચે અવાર-નવાર ઝઘડા તા હતા.
વિજય પરમારે પોતાની બહેન આરતી ઉર્ફે રવીનાને તુ પરિણીત હોવાનું અને અજય પરમાર તારા કુટુંબી કાકા તાં હોવાથી તેની સો આડોસંબંધ ન રાખવા અંગે સમજાવતા ગઈકાલે બન્ને ભાઈ-બહેન વચ્ચે યેલા ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા વિજય પરમારે પોતાની બહેન આરતી ઉર્ફે રવીનાનું દોરીથી ગળુદાબી મોતને ઘાટ ઉતાર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. લોધીકા પોલીસ મકના પીએસઆઈ એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે વીજય પરમાર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.