- નજરે જોનાર, મેડીકલ ઓફીસર, પચો તથા તપાસનીશ સહીતના તમામ સાહેદોએ ફરીયાદ પક્ષને સમર્થનથી કેસની કડી મજબૂત બની
શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલા દેવપરા વિસ્તારમાં મિલકતના ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે સગા ભાભી પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી દિયરને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેઇન રોડ નજીક આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા ભારતીબેન ઉમેશભાઈ સરધારા નામની પરણીતા ઉપર દિયર ચમન કડવા સરધારા નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં મૃતકના પતિ ઉમેશ કડવાભાઈ સરધારાએ પોતાના નાનાભાઈ ચમન કડવા સરધારા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ચમન કડવા સરધારાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.બાદ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ વી કે ગઢવી અને રાઇટર નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું બાદ અદાલતમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષે મરનારનુ મૃત્યુ સાપરાધ મનુષ્યવધ છે તેવુ સાબિત કર્યા બાદ તે મૃત્યુ આરોપીએ જ નિપજાવેલ છે કે કેમ તે બાબતે ફરીયાદ પક્ષે ફરિયાદી ઉમેશભાઈ સરધારાને તપાસેલ છે.
ફરીયાદી આરોપીના સગા ભાઈ થાય છે. તેમજ મરણજનારના ફરિયાદી પતિ થતા હતા. બાદ ફરીયાદને સપુર્ણપણે સમર્થન આપેલ છે. નજરે જોનાર લક્ષ્મીબેન ભુપતભાઈ ગજેરા ની જુબાનીથી સપુર્ણપણે સમર્થન મળેલ છે. આરોપીને અદાલતમા નામજોગ ઓળખી બતાવેલ છે. સાહેદને આરોપી સાથે કોઈ દુશ્મનાવટ ન હતી. બચાવપક્ષની ઉલટતપાસમાથી ફરીયાદ પક્ષના કેસની હકિકતથી વિપરીત હકિકત કઢાવી શકેલ નથી. બનાવના બીજા નજરે જોનાર સાહેદ દુધીબેનનુ ચાલતા કામે અવસાન થયેલ છે. પરંતુ પુરાવાની કવોલોટી ધ્યાને લેવાની હોય છે. એફ.એસ.એલ. અધિકારી ની જુબાની આરોપીનુ બ્લડ રીપોર્ટ પરથી નીકળી આવેલ છે. તેના પરથી પણ બનાવ બનેલો તેવી હકિકત ફરીયાદ પક્ષ સાબિત કરી શકેલ છે. ભકિતનગર પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટર, પો.કો. ભરતભાઈ મારકણાએ ફરીયાદ પક્ષના કેસને સપુર્ણ સમર્થન આપેલ છે.સાહેદ કૌશિકભાઈ રામાણીને તપાસેલા છે તેઓની રુબરુ તા.08/10/19 ના કલાક 16-45 વાગ્યે આરોપીએ બનાવ વખતે પહેરેલ કપડા તેમજ લોહીવાળી છરી પર ફક્ષય આરોપીના પેન્ટ પર મળેલા લોહીના નિશાન મૃતકના મળી આવેલા છે.ફરીયાદ પક્ષ કેસ સાબિત કરી શકેલ છે.
આ કામે ફરિયાદ પક્ષના નજરે જોનાર, હીયરશે, મેડીકલ ઓફીસર, પચો તથા તપાસ કરનાર અમલદાર સહીતના તમામ સાહેદોએ ફરીયાદ પક્ષના કેસને સપુર્ણ પક્ષને સમર્થન આપેલ હોય. ફરીયાદ પક્ષ સાયોગીક અને દાર્શનીક પુરાવાની કડી અદાલતના રેકર્ડ પર લાવી શકેલ છે. સરકારિ વકીલની દલીલ ધ્યાને લઈ જજ એસ વી શર્માએ આરોપી ચમનભાઈ કડવાભાઈ સરધારા ને આઈ.પી.સી. ની. કલમ-302 હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને દંડ ફરમાવેલો છે.આ કામમા સરકારી વકિલ સ્મિતાબેન અત્રિ રોકાયેલા હતા.
મૂળ ફરિયાદી વતી અભય ભારદ્વાજ એસોસિએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કૃણાલ દવે, ચેતન પુરોહીત રોકાયા હતા.