સાગર સંઘાણી

રાજયમાં છેતરપિંડીના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂતે પોતાની સાથે તેના સાળા સહિતના ત્રણ શખ્સો એ છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદીના સાળા અને પિતા-પુત્ર સહિતના ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બમથીયા ગામની છે જ્યાં ખેડૂત સાથે તેના સગા સાળાએ છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. દેવસુરભાઈ ગોવાભાઇ બગડા નામના ૫૦ વર્ષના ખેડૂત યુવાને પોતાની સાથે ટ્રેક્ટર ની ટ્રોલી ભાગમાં લીધા પછી તેનું બારોબાર વેચાણ કરી નાખી છેતરપિંડી કરવા અંગે પોતાના સાળા મુકેશ પાલાભાઈ ખરા, અને ટ્રોલી ખરીદનાર પિતા પુત્ર રાજાભાઈ કમાભાઇ રાતડીયા, અને શૈલેષ રાજાભાઈ રાતડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દેવસુરભાઈ અને તેના સાળા મુકેશભાઈ, કે જે બંનેએ ભાગમાં ટ્રેક્ટર અને ટ્રોલીની ખરીદી કરી હતી, જેનું બારોબાર વેચાણ કરી નાખ્યા પછી ટ્રોલીના ભાગના પૈસા બનાવીને આપ્યા ન હતા. જેથી સાળા-બનેવી વચ્ચે ગજ ગ્રાહ ચાલતો હતો, અને મામલો શેઠ વડાળા પોલીસ સુધી પહોંચ્યો હતો.જેથી શેઠ વડાળા પોલીસે ટ્રેક્ટર અને ટ્રોલી ડીટેઇન કરી લીધા હતા.

સાળા મુકેશભાઈએ તેની સાથેના અન્ય બે આરોપી પિતા પુત્ર રાજાભાઈ અને શૈલેષ રાજાભાઈ કે જે બંનેએ સ્ટેમ્પ પેપરમાં લખાણ કરી આપ્યું હતું, કે શેઠ પોલીસ સ્ટેશનમાંથી ટ્રેક્ટર અને ટ્રોલી છોડાવી લીધા પછી પરત આપી દેશે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી છોડાવ્યા પછી દેવસુરભાઈ ને તેનો કબજો સોપ્યો ન હતો. જેથી ફરિથી પોલીસ નો સંપર્ક સાધતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધ્યો છે, અને ત્રણેય ની શોધખોળ હાથ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.