ઝેરી ગેસની અસર થતા ગુંગળાઇ જતાં બંનેના મોતથી પરિવારમાં અરેરાટી
બગોદરા અમદાવાદના ધોળકા ના પુલેન સર્કલ પાસે આવેલ સુયેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ માં ગટર ની કુંડી માં પાણી નો નિકાલ કરી વિસ ફૂટ ઊંડાઈ એ ઉતરેલા પી સી સ્નેહલ કંટ્રક્સન પ્રાઇવેટ લિમિટેડ કંપની માં બે કામદારો ના ઝેરી ગેસ ની અસર થતા મોત નિપજ્યા હતા આ બન્ને ને બચાવવા સ્થાનિક થયા હતા. જ્યારે ઉતરેલ તેને પણ ગેસ ની અસર થતા સારવાર માથે હોસ્પિટલ માં ખસેડવાની ફરજ પાડી હતી . આ બનાવ ની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ સહિત ધોળકા ફાયર ફાઇટર અને અમદાવાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ને બસનાવ ને લઇ ધોળકા ચીફઓફીસર જતીન મહેતા, ચૂંટાયેલ પાંખ દોડી આવ્યા હતા અને પાંચ થી છ કલાક બાદ ફાયર ની ટીમ દ્વારા બંનેના મૃતદેહો ને બહાર કાઢી ને ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રએ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મરણ જનાર બંને નામે ગોપાલભાઇ કરમર ભાઈ પઢાર અને બીજલભાઈ ઇશાભાઈ પઢાર બંને મૃતકો બાવળા ના શિયાળ ગામના વતની હતા. ધોળકા ટાઉન પોલીસે પ્લાન્ટમાં સિકિયોરિટી કરતા જગદીશભાઈ ઠાકોર અને તેના પુત્ર આસિક ભાઈ ઠાકોર વિરુદ્ધ કલમ 304, 114 મુજબ ગારિયાદ દાખલ કરી બન્ને ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ધોળકા ટાઉન પોલિસે પિતા પુત્ર સામે ગુન્હો દાખલ કરી પી સી સ્નેહલ કંટ્રક્સનના સુપરવાઈઝર, કોન્ટ્રાક્ટર કે માલિક સામે કોઈ ફરિયાદ ના કરતા પોલિસ જવાદારો ને છાવરતા હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
ધોળકા ટાઉન પોલિસે ફરિયાદમાં પી સી સ્નેહલ એજન્સીનું કયાય નામ જ ના લખ્યું કે આરોપી કઈ એજન્સી માં કામ કરતા હતા તે પણ ઉલ્લેખ કર્યો ન હતો.સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છેલ્લા પાંચ વર્ષ થી વધુ સમયથી બનાવ્યો છે પણ હજુ કામ બાકી હોઈ ધોળકા નગરપાલિકાને પી સી સ્નેહલ એજન્સીએ પાલિકા ને કબ્જો સોંપ્યો નથી જેથી આ બનાવ માં નગરપાલિકાની કોઈ જવાબદારી આવતી નતી તેવું મૌખિક પાલિકાના સીઓ એ જણાવ્યું હતું.
પોલિસ સાચી દીસામાં તપાસ કરી જવાબદારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે કે નહિ ?કે ભોગ બનનારા પરિવાર ને નયાય અપાશે કે નહિ તે જોવું રહ્યું, મરણ જનાર બન્ને સાળા બનેવીના નાના બાળકો પિતાની છત્ર છાયા ગુમાવતા બંનેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.