વોર્મ અપ મેચમાં અફઘાનના ૧૬૩ રન સામે વિન્ડીઝ માત્ર ૧૧૦ રનમાં કડકભૂસ
ભાઇ…. ભાઇ… ! અફઘાની ક્રિકેટ ટીમે વિન્ડીઝનો ‘કડૂસલો ’બોલાવ્યો !!! વોર્મ અપ મેચમાં ડાવલાત ઝાદરાણે એક જ ઓવરમાં ઉપરાઉપરી ત્રણ વિકેટ એટલે કે હેટ્રીક લીધી હતી.
અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ સીરીઝ શરુ થાય તે પુર્વે એક વોર્મ અપ મેચમાં અફઘાને વિન્ડીઝનો આ કડૂસલો બોલાવ્યો હતો. અફઘાનિસ્તાને ૩૫ ઓવરમાં ૯ વિકેટે ૧૬૩ રન કર્યા હતા. જયારે તેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની પૂરી ટીમ માત્ર ૨૬.૪ ઓરવમાં ૧૧૦ રન કરીને ઓલ આઉટ થઇ ગઇ હતી. બોલીંગ એટેકમાં ઝાદરાણાનો સિંહ ફાળો મુખ્ય હતો.
સ્ટાર બેટધર ક્રિશ ગેલ માત્ર ૯ રને આઉટ પયો હતો. ઝાદરાણની ફિરકી સામે વિન્ડીઝના બેટધરો ઝીંક ઝીલી શકયા ન હતા. ફીરકી સામે ફાવી શકયા ન હતા.
આ સિવાય અફઘાનનો ક્રિકેટર રશિદ ખાન માત્ર ૧૯ વર્ષની વયે યુવા સુકાની બનવાની સિઘ્ધિ મેળવશે. આ લેગ સ્પીનરે વિશ્ર્વને સ્તબ્ધ કરીને ઉપરાછાપરી રેકોર્ડ નોંધાવ્યા છે આ પણ એક રેકોર્ડ જ છે ને !
શરિદને અનફીટ અસગરના સ્થાને વર્લ્ડ કપ કવોલિફાયર ટુર્નામેન્ટ માટે અફઘાન ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે.