પોષી પુનમથી માઘસ્નાનનો પ્રારંભ; ર્માં અંબાનો પ્રાગટયોત્સવ ઉજવાશે
પોષ શુદ પુનમને શુક્રવાર તા.૧૦.૧ના દિવસે પોષી પુનમ છે. આ દિવસે પોષી પુનમ ઉપરાંત શાંકભરી પૂર્ણિમા પણ છે. આ દિવસથી માધસ્નાનનો પ્રારંભ થશે.પોષી પુનમના દિવસે ચંદ્રમા સોળે કળાએ ખીલી ઉઠશે પોષી પુનમના દિવસે ચંદ્ર પુજાનું મહત્વ વધારે છે. આ દિવસે સૂર્યોદય પહેલા તિર્થ નદીમાં સ્નાન કરવું પરંતુ અત્યારના યુગ પ્રમાણે તે શકય ન હોય તો સવારે ન્હાવાના જળમાં ગંગાજળ પધરાવીને સૂર્યનારાયણ દેવને યાદ કરવા સાથે વિષ્ણુ ભગવાન અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું તથા તિર્થોનું સ્મરણકરી સ્નાન કરવું. આને માધ સ્નાન કહેવાય છે.પોષી પુનમના દિવસે માતાજી શાંકભરી દેવીનો પ્રાગટય ઉત્સવ ઉજવામાં આવે છે. માતાજીનો વિવિધ પ્રકારના શાકભાજી ધરવામા આવે છે.નાનીબાળાઓ આખો દિવસ વ્રત રાખે છે. અને સાંજના સમયે અગાશીએ રસોઈ રાંધી બાજરાના રોટલાની ચાંદકી બનાવી ચંદ્ર તરફ જોઈ પોતાના ભાઈને પૂછે છે પોષી પોષી પુનમડી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે? ત્યાર ભેગા મળીને બધા જ ઘરના સભ્યોએ અગાશીમાં ભોજન કરવું.
આ દિવસથી માધસ્નાનનો પ્રારંભ થાય છે. માધસ્નાન એટલે આખી રાત માટલામાં પાણી ભરી રાખવું અને સવારે ૪ થી ૫ વાગ્યાની વચ્ચે તે પાણીથી સ્નાન કરવું.માધસ્નાન કરવાથી વિદ્યાર્થીઓની સ્મરણ શકિતમાં વધારો થાય છે. શરીરની બીમારીઓ દૂર થાય છે. આત્મબળમાં વધારો થાય છે. સ્નાન કર્યા પછી સૂર્યને ખાસ અર્ધ્ય આપવું
પોષી પુનમના દિવસે અંબાજી માતાજીનો પ્રાગટય ઉત્સવ ઉજવાઈ છે. નગરયાત્રા દ્વારાર્મા અંબા ભકતોને દર્શન આપવા નીકળે છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદિપભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.