શરૂઆતી કારોબારમાં તેજીનો માહોલ: રૂપિયામાં મજબૂતી, ૨૭ પૈસા વધીને ૭૨.૭૧ના સ્તરે ખુલ્યો
સતત બે દિવસ શેરબજારમાં બ્લડ બાથ જોવા મળ્યા બાદ આજે મંદીને બ્રેક લાગી છે. આ લખાય છે ત્યારે બજાર ૧૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં બજાર ૮૦૦ પોઈન્ટ સાથે તૂટી પડયું હતું જેમાં રોકાણકારોના ૨.૭૨ લાખ કરોડ ધોવાઈ ગયા હતા.
ગઈકાલે શેરબજારમાં ૨૯૫ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સોમવારે ૫૦૫નું તોતીંગ ગાબડુ પડયું હતું ત્યારે આજે સેન્સેકસ ૧૪૦ પોઈન્ટના ઉછાળા સાથે મજબૂત જણાય રહ્યો છે. મીડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીનો માહોલ જણાઈ રહ્યો છે. ફાર્મા, મેટલ, ઓટો, એફએમસીજી સહિતના ક્ષેત્રમાં ઉછાળો જોવા મળ્યો છે.
આજે બજારનો શરૂઆતી કારોબાર વધારાની સાથે જ ખુલ્યો હતો. રૂપિયામાં પણ આજે મજબૂતી જોવા મળી છે. એક ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૨૭ પૈસા વધીને ૭૨.૭૧ના સ્તર પર ખુલ્યો છે. ગઈકાલે ભારતીય રૂપિયો ૪૭ પૈસા તૂટીને ૭૨.૯૮ના સ્તર પર બંધ રહ્યો હતો.