જામજોધપુરમાં 29 લાખ જેટલા સોનાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંધાવાતા ભારે હાહાકાર મચી ગયો છે. જામજોધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને સોનાના દાગીનાની ધડામણીની દુકાન ચલાવતા પશ્ર્ચિમ બંગાળના એક કારીગરે પોતાની દુકાનમાં રાખેલ રૂપિયા 11 લાખ 60 હજારની કિંમતનું ર9 તોલા સોનુંકોઇ તસ્કરો ચોરી કરી ગયાની ફરીયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે. તસ્કરો સોનાની સાથે સીસી ટીવી કેમેરા ડીવીઆર વગેરે પણ ચોરી ગયા હોવાથી જામજોધપુર પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઇ છે. અને તસ્કરોને પકડવા માટે દોડધામ શરુ કરી છે. ચોરીના આ બનાવને લઇને જામજોધપુરમાં ભારે સનસનાટી મચી ગઇ છે.
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે માતબર ચોરીની ઘટના ઘટી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે. અહીં વર્ષોથી સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના દાગીના બનાવતા એક બંગાળી કારીગરના ઘર અને સંયુકત દુકાનને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
જેની વિગત મુજબ ગત રાત્રે સુભાષ રોડ પર આવેલ મુળ મેળી શેરી, આ સોનાની ધડામણની દુકાન ધરાવતા હનીફ કરીમભાઇ શેખ નામના ધંધાર્થીના રહેણાંક મકાનને કોઇ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં દુકાનના દરવાજાનું તાળુ કોઇપણ રીતે તોડી અંદર પ્રવેશેલ શખ્સો અંદર લાડકાની અલગ અલગ પાડલીના ખાનામં રાખેલ ધડાઇ માટે આવેલ 39 તોલા સોનાને હાથ વગું કરી ચોરી કરી લઇ ગયા હતા.
રૂ. 11.62 લાખની કિંમ્તનું સોનુ ચોરી કરી ચાલાક તસ્કરો રૂમ અંદર રહેલા સીસી ટીવીનું ડીલીઆર પણ સાથે લેતા ગયા હતા. જેથી ચોરી પકડાઇ ન જાય, આ બનાવની સેવારે નવેક વાગ્યે જાણ થતાં બંગાળી કારીગરે વેપારીઓને પ્રથમ જાણ કરી હતી. જેને લઇને જામનગર એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસી ટીવી કેમેરાઓની મદદથી ચોરોને પકડવા માટેની દોડધામ શરુ કરી છે. ઉપરાંત જામજોધપુર સહિત સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી પણ કરવામાં આવી છે.