•  ધોરાજીમાં સગા ભાઈએ કરી બહેનની કરપીણ હત્યા
  • પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા ભાઈની કરી ધરપકડ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે નિયમોનું પાલન કરાવવા બંદોબસ્ત અને પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે.પરંતુ હજુ પણ પોલીસની કચસના કારણે અનેક બનાવો બની રહ્યા છે જ્યારે ધોરાજી પંથકમાં વધુ એકા ઘટના સામે આવી છે.જેમાં જૂનાગઢ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં ઉપર નીચેના ફ્લેટમાં રહેતા મુસ્લિમ તરૂણી અને યુવકની આંખ મળી ગઇ હતી અને બન્ને વચ્ચે લાગણી બંધાતા આ અંગેની જાણ તરૂણીના ભાઇને થઇ જતાં ભાઇના પર કાળ સવાર થયો હતો અને ગઈકાલે તેની જ બહેનને છરીના ત્રણ ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને ગણતરીની કલાકોમાં જ હત્યારા ભાઈની ધરપકડ કરી હતી.

વિગતો મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા રઝાકભાઇ સપરિયાણીની 14 વર્ષની દીકરી યાસ્મીન ઉર્ફે રોજીનાને તેમના જ એપાર્ટમેન્ટમાં ઉપરના ફ્લેટમાં રહેતા ફૈજાન સાથે સંબંધ બંધાયો હતો અને આ જાણ યાસ્મીનના ભાઇ ફીરોઝ (ઉ.વ.21)ને થઇ હતી અને તેને બહેનનો ફૈજાન સાથેનો સંબંધ કોઇ કાળે મંજૂર ન હતો.આથી બન્ને ભાઇ બહેન વચ્ચે આ મુદ્દે ક્યારેક ટપાટપી થઇ જતી અને માતા પિતા બન્નેને સમજાવી દેતાં પરંતુ મંગળવારે ફીરોઝના મન પર કાળ સવાર થયો હતો

અને તેણે યાસ્મીનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ડાબા પડખામાં થયેલા વાર જીવલેણ નીવડ્યા હતા અને યાસ્મીન ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી.

આ જોઇ માતા પિતા હતપ્રભ બની ગયા હતા અને નજીકમાં રહેતા સગાની મદદ લઇ યાસ્મીનને સિવિલ હોસ્પિટલે પહોંચાડી હતી.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.પોલીસે ગણતરીની કલાકોમાં ફીરોઝની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.