બીએસએનએલના લેન્ડલાઈન ધારકોને માત્ર ૯ રૂપિયામાં બ્રોડબેન્ડ કનેકશન મળશે: ગ્રાહકોને મળશે હાઈટેક ટેકનોલોજીની સુવિધા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના બીએસએનએલના ગ્રાહકો માટે આનંદના સમાચાર છે કે નજીકના દિવસોમાં જ બીએસએનએલ ચાના ભાવે એટલે કે માત્ર ૯ ‚પિયામાં દરેક લેન્ડલાઈન ગ્રાહકોને બ્રોડબેન્ડ કનેકશન આપવાની રાજકોટ બીએસએનએલ ક્ષેત્રના જનરલ મેનેજર મહેન્દ્ર શર્માએ ‘અબતક’ સોની વાતચીતમાં જાહેરાત કરી છે.
ગઈકાલે વર્લ્ડ ટેલીકોમ્યુનિકેશન દિવસની ગ્રાહકોને શુભકામના પાઠવતા બીએસએનએલના જનરલ મેનેજર મહેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, દુરસંચાર ક્ષેત્રમાં જે ક્રાંતિ આવી છે તે ગ્રાહકો પોતે જ મહેસુસ કરી રહ્યાં છે. એક સમયે જે બાબત માત્ર કલ્પના હતી તે આજે હકીકત બની છે. રાજકોટ બીએસએનએલ અંગે તેઓએ જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં અમે હાઈટેક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવીશું. ફાઈબર ટુ હોમ નામની આ ટેકનોલોજી અગાઉ પણ અમલી હતી. જેના માધ્યમી હવે વધુ વિસ્તારોમાં આ ટેકનોલોજીનો અમલ કરવા જઈ રહ્યાં છીએ. જનતાને પણ ભાગીદાર બનાવીને વિસ્તૃતિકરણ કરવામાં આવશે.
એકબાજુ મોબાઈલનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં લેન્ડ લાઈન અને બ્રોડ બેન્ડ સેવાને ધબકતી રાખવા અવનવી યોજનાઓ બીએસએનએલ લાવી રહ્યું છે. જેમાં તાજેતરમાં બીએસએનએલના લેન્ડ લાઈન ગ્રાહકોને બ્રોડ બેન્ડ સેવાી આકર્ષવા માટે માત્ર ૯ ‚પિયામાં બ્રોડબેન્ડ કનેકશન આપવાની જાહેરાત કરી છે. એટલે કે ચાની કિંમતે બીએસએનએલના ગ્રાહકોને બ્રોડબેન્ડ કનેકશનનો લાભ મળશે. એક મહિનો સુધી આ યોજના અમલી હોવાનું મહેન્દ્ર શર્માએ જણાવ્યું હતું.
ઉપરાંત બીએસએનએલ હવે ગ્રાહકોને ગમે તે જગ્યાએ બ્રોડબેન્ડ લેન્ડ લાઈન અને એફટીટીએચ સુવિધા આપવાનું નક્કી કરાયું છે. મેન્ટેનન્સ આસ્પેકટમાં પણ ગુજરાત સર્કલમાં રાજકોટનો ટોપ-૩માં સમાવેશ ાય છે. આગામી દિવસોમાં નેટવર્ક અને સુવિધા વધુને વધુ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. લોકોની જ‚રીયાત અને ખાસ સ્કુલો માટે પણ જુદી જુદી બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ ઉપર વેલ્યુ એડીશન સેવાઓ ઉપલબ્ધ છે.
રાજકોટમાં વધુ ૩૦૦ ટાવર ઉભા કરાશે
બીએસએનએલના રાજકોટ રિજીયનના જનરલ મેનેજર મહેન્દ્ર શર્માએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલ ૫૦૦ જેટલા ૨-જી અને ૩-જીના ટાવરો કાર્યરત છે. આવતા દિવસોમાં વધુ ૩૦૦ નવા ટાવરો લગાવવામાં આવશે. વધુ નવા ટાવર લગાવવાી નેટવર્ક બે ગણુ વધશે. આ પ્લાન સંપૂર્ણ તૈયાર ઈ ગયો છે. ટાવર માટેની જગ્યા લેવાની કામગીરી પણ ચાલી રહી છે. આવતા એક વર્ષમાં રાજકોટમાં ૩૦૦ જેટલા ટાવરો ઉભા કરાશે. જેી ગ્રાહકોને નેટવર્કની ઉત્તમ સુવિધા મળશે.
બીએસએનએલ લાવશે ૪.૫-જી ટેકનોલોજી
દેશભરમાં હાલ ૪જી ટેકનોલોજીએ ધુમ મચાવી છે. મોટાભાગના ઈન્ટરનેટ ઉપભોગતાઓને લેટેસ્ટ ૪-જી ટેકનોલોજીનો લાભ તમામ ટેલીકોમ કંપનીઓ આપી રહી છે ત્યારે ભારત સંચાર નિગમ લી. આવતા દિવસોમાં તમામ ટેલીકોમ કંપનીઓી એક કદમ આગળ નિકળી ૪.૫-જી ટેકનોલોજી લાવશે. હાલ બીએસએનએલની ૩-જી ટેકનોલોજીનો ગ્રાહકો ઉપયોગ કરી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં જ બીએસએનએલના ગ્રાહકોને ૪.૫-જીની ભેટ મળશે. ઈન્ટરનેટની સ્પીડ બમણી નાર હોવાનું રાજકોટ બીએસએનએલના જનરલ મેનેજર મહેન્દ્ર શર્માએ જણાવ્યું હતું.