ટેલિવિઝન સેટ રાખનાર લગભગ ૧૯ કરોડ પરિવારો માટે ઈન્ટરનેટ આપવા માટે અહમ પ્રસ્તાવ
કેન્દ્ર સરકાર દેશભરમાં ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પહોંચાડવા માટે કેબલ ટીવી નેટવર્ક દ્વારા બ્રોડબેન્ડ સેવાને અપનાવવા પર વિચાર કરી રહી છે. તેના માટે એક પ્રસ્તાવ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ અંગે સંબંધિત પક્ષોની બેઠક પણ થઈ છે. તેનાથી જોડાયેલી કેટલીક સમસ્યાઓનો ઉકેલ બાદ તેના પર આગળ પગલા લેવાઈ શકે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાને વધારવાના ઉદેશયથી કેન્દ્રીય સુચના તેમજ પ્રસારણ મંત્રાલય અને ભારતીય દુર સંચાર નિયામક પ્રાધિકરણે કેબલ નેટવર્ક દ્વારા ઈન્ટરનેટ સેવા આપવા એક પ્રસ્તાવ મુકયો છે.
મહત્વનું છે કે દેશભરમાં તમામ કેબલ ઓપરેટર્સની સાથે કરાયેલા વિચાર વિમર્શમાં ટ્રાઈના ચેરમેન આર.એસ.શર્માએ કહ્યું હતું કે, આ પગલાથી ફિકસ્ડ લાઈન નેટવર્ક દ્વારા ઈન્ટરનેટ કનેકટીવીટીને વૈશ્વિક ઔસત ૪૬ ટકાની તુલનામાં ૭ ટકા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. કેબલ ટીવી સેવા સાથે બ્રોડબેન્ડની સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ માત્ર એક નવું સેટઅપ બોકસ લગાવવુ પડશે. આ પ્રક્રિયામાં મંત્રાલયના એન્જીનિયરીંગ શાખાના બીએસીઆઈએલ કેબલ ટીવી સેવા પ્રદાતાઓને મદદ મળશે. આ અંતર્ગત આઠ ટકા વાર્ષિક જનરલ રેવન્યુ આડે આવી રહી છે. વર્તમાનમાં કેબલ ઓપરેટર્સ આ રકમનું ચુકવણું દુરસંચાર વિભાગને કરશે. જયારે કેબલ ટીવીની સાથે ઈન્ટરનેટ સુવિધા શરૂ થઈ જશે. તો તેમને કેબલ બ્રોડબેન્ડ સેવા માટે પૈસા ચુકવવા કે પછી બિઝનેસથી થનારા ફાયદાના પૈસા ચુકવવા તે સવાલ ઉભા થયા છે.
લાઈસન્સને લઈને ચિંતાની સાથે કેબલ ઓપરેટરો વચ્ચે આ વાતને લઈને ચિંતા છે કે ફુલ કમાણી પર એજીઆરના ભુગતાનથી તેમના નફા પર અસર પડી શકે છે. ડિસેમ્બરમાં મળેલી બેઠક દરમિયાન આ પ્રકારનો પ્રસ્તાવ લાગુ કરવા અને કેબલ ઓપરેટરને એજીઆસથી છુટ મળી રહે તે માટે ફિકસ્ડ લાઈન નેટવર્ક અંતર્ગત ઈન્ટરનેટ કનેકટીવીટીને ૯૩ ટકા સુધી પહોંચાડવાની અપેક્ષા છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રાલય અને કેબલ ઓપરેટર બંને પ્રસ્તાવને લાગુ કરવા ઈચ્છુક છે. તેના લાગુ કરવા માટે પ્રસ્તાવ એજીઆરથી છુટ જેવી નાણાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે.