યુ.કે.ની મંકહાઉસ સ્કૂલના શિક્ષકો બન્યાં રાજકોટના મહેમાન: બંને શાળાઓ ત્રણ વર્ષની વચ્ચે ગાઢ શૈક્ષણિક સંબંધો
પંચશીલ સ્કૂલ ખાતે મંકહાઉસ પ્રાઈમરી સ્કૂલ નોર્થ યુ.કે.થી તેમના પ્રિન્સીપાલ લોરા બેગર્ટ અને ટીચર મીરા હોલ ખાસ મુલાકાતે આવેલા છે. બ્રિટીશ કાઉન્સેલર સાથેના તેમના પ્રોગ્રામ અંતર્ગત તેઓ હાલ પંચશીલ સ્કૂલની ૮ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ શિક્ષણ સિવાય કરવામાં આવતી કલાસરૂમ એકટીવીટી પર અભ્યાસ કરશે. મંકહાઉસ પ્રાઈમરી સ્કૂલના પ્રિન્સીપાલ લોયસે જણાવ્યું હતું કે, બ્રિટીશ કાઉન્સેલર સાથે કામ કરવું એ ખુશીની વાત છે. અમે ૨૦૧૫થી પંચશીલ સ્કૂલ સાથે જોડાયેલા છીએ. ૩ વર્ષમાં અમારા વચ્ચે ખૂબ ગાઢ સંબંધો પણ બંધાયા છે. અમે સાથે મળીને બાળકોને નવી દિશા આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. પંચશીલ સ્કુલ અને મંક હાઉસ સ્કૂલની વાત કરીએ તો મંકહાઉસ સ્કૂલમાં વિદ્યાર્થીની સંખ્યા ૨૦૦ છે અને ઈન્ડિયામાં સ્કૂલમાં વધુને વધુ વિદ્યાર્થીઓને રાખવામાં આવતા હોય છે સાથે સાથે સ્કૂલની કલાકોમાં પણ ફર્ક હોય છે.એક પ્રિન્સીપાલ તરીકે મેં નિરિક્ષણ કર્યું છે કે, ભારતના વિદ્યાર્થીઓ ખુબ જ ડેડીક્રેટેડ છે. તેઓ અભ્યાસ માટે ખૂબ જ રૂચી ધરાવે છે. તેઓ તેમના શિક્ષકો અને પરીવારને ખૂબ માન-સન્માન આપે છે. તેઓ સારી રીતે સમજી શકે છે કે ભણતર જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ઈગ્લેન્ડમાં ભણતરને થોડુ હળવી રીતે લેવામાં આવે છે, સાથે ઘણી વાર તેમના પરીવાર દ્વારા પણ ભણતરને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. કલાસરૂમ એકટીવીટીની વાત કરીએ તો ભારતમાં કલાસ‚મ એકટીવીટી સારી રીતે કરવામાં આવે છે. અહિંયા વિદ્યાર્થીઓને વધુને વધુ કલાસ‚મમાં જ રહે છે. તેઓ બુક દ્વારા શીખે છે. જયારે યુ.કે.માં બુક કરતા સંવાદથી એકબીજા સાથે વધારે ઈન્ટરએકશ થતુ હોય છે. બુક કરતા ત્યાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ નોલેજ વધારે આપવામાં આવે છે.યુ.કે.માં પેરેન્ટસ દ્વારા વિદ્યાર્થીને ભણતર માટે ખૂબ પ્રેસસાઈઝ કરવામાં નથી આવતા, પણ તેમના પેરેન્ટસ તેમની પાસેથી ખૂબ ઉંચી આકાંક્ષાઓ પણ નથી રાખતા. હું ઈન્ડિયન કલ્ચર થોડુ યુ.કે.માં પણ આવે તેવું ઈચ્છુ છું. જેથી વિદ્યાર્થી તથા પેરેન્ટસ એજયુકેશનનું ખરેખર મહત્વના સમજી શકે. સાથે સાથે યુ.કે.નું કલ્ચર પણ અહીંયાના લોકો શીખે જેથી અહીંના વિદ્યાર્થી તથા તેમના માતા-પિતા સમજી શકે કે ભણતરની સાથે બીજી પ્રવૃતિઓ પણ એટલું જ મહત્વ ધરાવે છે. હું પહેલી વખત ઈન્ડિયામાં આવ્યો છું અને મને અહીંનું કલ્ચર ખૂબ જ પસંદ આવ્યું. અમને ખૂબ સારી રીતે અહીંયા મહેમાન નવાજી કરવામાં આવી. પંચશીલ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અમને તેમના પરીવારની જેમ આવકાર્યા છે. અમે અહીંયા રીત-રીવાજો પણ અનુસર્યા અને અમારી માટે આ ખૂબ જ અદભુત અનુભવ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું માનું છું કે, ભારતના વિદ્યાર્થીઓ જેટલુ જલ્દી ઈંગ્લીશ ભાષાને શીખી શકે છે તેટલું જલ્દી યુ.કે.ના બાળકો અહીંયાની ભાષાને નથી શીખી શકતા. સાથે સાથે અમે લોકો સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ સાથે પણ સંકળાયેલા છીએ અને સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારુ પ્લેટફોર્મ છે. જેથી અહિંયાના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં જઈ ત્યાનું કલ્ચર જોય શકે, શીખી શકે સાથે ત્યાંના બાળકો પણ ભારતના કલ્ચરને શીખી, સમજી શકે. ગઈકાલે અમે લોકોએ ગુજરાતની ટ્રેડીશનલ ડાન્સ ગરબા શીખયા હતા. અમે લોકોએ થોડા સ્ટેપસ પણ શીખ્યા હતા. અમે લોકો અમારા વિદ્યાર્થીઓને ચોકકસ આ વસ્તુ શીખવવા માંગશું. અમને પંચશીલ સ્કૂલના બાળકો તથા સ્ટાફ સાથે ખુબ મજા આવી. બધા ખૂબ જ સ્પોટીવ છે.મંકહાઉસ સ્કૂલના શિક્ષિકા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા ૩ દિવસથી પંચશીલ સ્કૂલમાં છીએ. અમને ખૂબ જ સારુ લાગે છે. વિદ્યાર્થી તથા પંચશીલ સ્કૂલના સ્ટાફ દ્વારા અમને ખૂબ પ્રેમ મળ્યો છે તે લોકો ખુબ જ પ્રેમાળ છે. અમને ખૂબ સારી રીતે વેલકમ કરવામાં આવ્યું છે. આ અમારા માટે અલગ જ અનુભવ છે. અહીંયા અને ત્યાંની શિક્ષણ પઘ્ધતિની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થીને કલાસરૂમમાં શિક્ષણ આપવા આવે છે. જયારે યુ.કે.માં બાળકોને ગ્રુપમાં ભણવામાં આવે છે. અહીંયાના બાળકો ભણવામાં ખૂબ જ રૂચી રાખે છે અને તેઓ ભણતરની મહત્વતા સમજે છે.છેલ્લા ૫ દિવસમાં અમે રાજકોટની ઘણી બધી જગ્યાની મુલાકાત લીધી છે. અહીંયાનું કલ્ચર ખૂબ જ સરસ છે. ઈન્ડિયાના લોકો ખૂબ જ પ્રેમાળ છે. અહિંના કલ્ચરથી અમે ખૂબ જ પ્રભાવિત છીએ. અમે ચોકકસ ફરીવાર પંચશીલ સ્કૂલની મુલાકાત લેવાનું ઈચ્છુ છું.