બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોહન્સનની ભારત મુલાકાત રદ થઈ ગઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ સ્થિતિને જોતા, “પરસ્પર સમજૂતી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જોહન્સન આવતા અઠવાડિયે ભારત નહીં આવે.”
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “COVID19 સ્થિતિને ધ્યાનમાં લેતા, પરસ્પર સમજૂતી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન આવતા અઠવાડિયે ભારત નહીં આવે. બંને પક્ષો ભારત-યુકેના બદલાયેલા સંબંધો માટેની યોજના જાહેર કરવાને લઈને આગામી દિવસોમાં “વર્ચુઅલ મીટિંગ યોજશે.”
બોરિસ જોહન્સન પર પોતાના ભારત પ્રવાસ રદ કરવા માટે દબાણ હતું. વિપક્ષી લેબર પાર્ટી જોહન્સનને ભારતમાં વધી રહેલા કોરોના કેસો અંગેની પ્રવાસ રદ કરવાની માંગ કરી રહી હતી.
બ્રિટીશ પ્રધાનમંત્રી ઓફિસ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જણાવવામાં આવ્યું છે કે, બોરિસ જોહન્સન અને વડા પ્રધાન મોદી આ વર્ષે ગંમે તે સમયે વ્યક્તિગત મુલાકત કરશે. આ બંનેની આ બેઠક ઘણા સમયથી પેન્ડીંગ છે.
બ્રેક્સિટ બાદ જોહન્સન ભારતીય વડા પ્રધાનને મળવા ઈચ્છે છે. બંને દેશો વચ્ચે પોસ્ટ-બ્રિક્સિટ ટ્રેડ કરાર નથી થયો. આશા છે કે, બોરિસ જોહન્સન અને પીએમ મોદીની બેઠકમાં આ ડીલ પર વાતચીત થઈ શકે છે.