દેશ બદલ રહા હૈ…
કાશ્મીરમાં માનવ અધિકારના નામે કોકડુ ગુચવવાના બ્રિટીશ સાંસદના પ્રયાસ પર મોદી સરકારે પાણી ફેરવ્યું
જમ્મુ-કાશ્મીર મુદ્દે ચંચૂપાત કરી વિશ્વનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરનાર બ્રિટીશ સાંસદને ભારત સરકારે એરપોર્ટ પરથી જ લીલા ધોરણે રવાના કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. બ્રિટીશ સાંસદ ડેપી અબ્રાહમ કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે ભારતને ભીસમાં લેવા અનેક વખત અવળચંડાઈ કરી છે. આવા સંજોગોમાં તેઓ ગઈકાલે નવીદિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા અને જમ્મુ-કાશ્મીર જવા માટેની પેરવી કરી રહ્યાં હતા ત્યારે તેમને એરપોર્ટ પરથી જ દુબઈ ડિપોર્ટ કરી દેવાયા હતા.
બ્રિટનમાં લેબર પાર્ટીના સાંસદ ગણાતા ડેબી અબ્રાહમ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓન કાશ્મીરના સીનીયર વાઈસ ચેરમેન છે. તેઓ કાશ્મીરના મુદ્દે ભારતને ભીંસમાં લેવા માંગે છે. ડેબી અબ્રાહમ કાશ્મીરમાં જાય અને કોઈ અફવા ફેલાવે તેવી દહેશતના પગલે તેમને એરપોર્ટ પરથી તેઓને ડિપોર્ટ કરાયા હતા. માનવ અધિકારના નામે કાશ્મીરમાં ભારત સરકારની કાર્યવાહીને ખલેલ પહોંચાડે તેવો પેંતરો ડેબી અબ્રાહમનો હોવાનું ફલીત થઈ રહ્યું છે.
ભારતે ડેપી અબ્રાહમને ડિપોર્ટ કર્યા બાદ ઉલ્ટા ચોર કોતવાલકો ડાટે તેવી સ્થિતિ ઉભી કરી હતી. તેમણે ભારત ઉપર અરાઈવ ઓન વિઝા કેમ ન આપ્યા તેવું કહી દોષનો ટોપલો ઢોળવાની નાપાક હરકત કરી હતી. કાશ્મીરમાં માનવ અધિકારનું હનન થતું હોવાની દલીલ અગાઉ તેઓ કરી ચૂકયા હતા. તેમણે ભારત સરકારના પગલાને વખોળ્યા હતા. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમની પાસે વેલીડ વિઝા હતા નહીં. ઉપરાંત તેઓ ભારત આવે છે તેવી જાણ પણ કરી નહોતી. પરિણામે તેમને ભારતમાં પ્રવેશ અપાયો ન હતો અને દુબઈ ડિપોર્ટ કરાયા હતા. એકંદરે માનવ અધિકારના નામે કોકડુ ગુચવવાના બ્રિટીસ સાંસદના પ્રયાસ ઉપર મોદી સરકારે પાણી ફેરવી દીધું હતું.
મહિલા બ્રિટીશ સાંસદ વિઝા વગર જ આવી ચડયા’તા
લંડનથી ભારત આવી ચડેલા બ્રિટીશ સાંસદને ડિપોર્ટ કરવા પાછળ ટેકનીકલ કારણ વિઝા ન હોવાનું પણ જાણવા મળે છે. તેઓ કોઈ જાણ કર્યા વગર ભારત આવી ચડ્યા હતા. અધુરામાં પૂરું તેમની પાસે વિઝા પણ નહોતા. પરિણામે તેમને દિલ્હી એરપોર્ટ પર ડિપોર્ટના વિભાગમાં બેસાડાયા હતા અને દુબઈના પ્લેનમાં રવાના કરાયા હતા. તેઓ ભારતમાં કાશ્મીર મુદ્દે માનવ અધિકારના નામે કોકડુ ગુચવવા માંગતા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ભારતના ડિપોર્ટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે, ડિપોર્ટ કરવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું ભારત તરફી જણાવાયું હતું. બ્રિટનના મહિલા સાંસદ અગાઉ ભારત સરકારના કાશ્મીર મુદ્દે લેવાયેલા પગલાને વખોડી ચુકયા હતા. ફરીથી તેઓ ભારતમાં આવીને કાશ્મીરમાં સ્થપાયેલી શાંતી ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે સરકારે આગોતરા પગલા લીધા હતા.