ભારતીય જજ તરીકે દલવીર ભંડેરીની થઇ પસંદગી

૧૯૪૬માં સ્થાપના થઇ ત્યારથી બ્રિટેન યુ.એન.ના સૌથી શકિતશાળી કોર્ટમાં ન્યાયાધીશ નહિ હોઇ તેવું પ્રથમ વખત બનશે. મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં, ટોરી એમી.પી.રોબર્ટ જેનરિકે બ્રિટિશ મુત્સદીગીરી માટે મુખ્ય નિષ્ફળતા તરીકે વર્ણાવ્યું હતું. સાથે સાથ એ પણ જણાવ્યું હતુ કે યુ.કે. માટે ખુબ જ નોંધપાત્ર નુકશાન છે બીજા દેશોને એવું પણ દેખાઇ રહ્યું છે કે બ્રિટેન પીછેહઠ કરી રહ્યું હોઇ.

હાલની સ્થિતિને વાત કરીયે તો બ્રિટેન બ્રેકિસર કરાર સાથે ભારત સાથે સારા સંબંધોને જાળવી રાખવા અત્યંત આતુર છે. ભારત અને યુ.કે.ની કાયદાકીય વ્યવસ્થા એક સરખી જ છે.

ભારત હાલ એવી સ્થિતિમાં છે, જયાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર મળેલી માન્યતાની વાસ્તવિક દુનિયામાં તેનું વજન ઓછું છે. હાલની દ્રષ્ટિએ ભારત ઝડપથી એક મહાન શકિત બની રહ્યું છે. રક્ષા અને રાજદ્રારી સંવાદકો માર્કો ગિયોન્નેગીએ કહ્યુંહતું કે. આઇ.સી.જે. પર ન્યાયાધીશો કરતા અમારા ભવિષ્યના પોસ્ટ બ્રિકિસર સંબંધ વધુ મહત્વનાં છે.

આઇ.સી.જે. ખાતે ભારતને મળેલી સફળતામાં ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો સિંહ ફાળો રહ્યો છે. યુ.કે.એ તેમના ઉમેદવાર કિસ્ટોફર ગ્રીનવુડને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. ખરા અર્થમાં વિદેશમંત્રી દલવીર ભંડારીના કેસમાં વધારો કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાં તેના ૬૦ જેટલા કાઉન્ટર હતાં. જેણે છેલ્લે બ્રિટેનના ગ્રીનવુડ ઉપર વિજય મેળવી હતી. એમઇએ ના સંયુકત સચિવો તરફેણમાં મત આપવા માટે સહમતિ કરવાના પ્રયાસોને આવકાર્યુ હતું. અને આભાર પણ માન્યો હતો.

પ્રથમ વખત એવી ઘટના બની પી.સી.સી. રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બીન સદસ્ય સાથે આઇ.સી.જે. માં ન્યાયાધીશનાં પદ માટે સીધી સ્પર્ધામાં હતા આ વિજય નોંધપાત્ર છે. કોર્ટમાં બેઠક વિતરણ સલામતી પરિષદે બેઠકોની ફાળવણીને પ્રતિબંધીત કરે છે. એનો અર્થએ પણ છે કે કાઉન્સીલની સ્થાયી સદસ્યતા માટે ભારતની બીડ માટે હાથમાં એક મોટો શોટ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.