બ્રિટિશ કાર કંપની મોરિસ ગેરેજે ભારતમાં પોતાની SUV હેક્ટરને લોન્ચ કરી છે. MG Hectorનું બુકિંગ આવતા મહીનાથી એટેલે કે જૂનથી શરૂ થશે અને તેની ડિલિવરી એક અઠવાડિયા બાદ શરૂ થશે. એમજી હેક્ટરમાં એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કાર પ્લે બંનેમાં ચાલે તેવી 10.4 ઇંચની વર્ટિકલ ઓરિએન્ટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે.

આ સાથે કંપનીનું આઇસ્માર્ટ મળશે જેના અંતર્ગત અને ક સ્માર્ટ કનેક્ટેડ ફિચર મળશે.કંપનીના જણાવ્યા મુજબ એમજી હેક્ટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. હેક્ટરમાં નેક્સ્ટ જનરેશન ઑટોમોટિવ આસિસ્ટન્ટ મળશે જે 100 ટકા બટન ફ્રી રહેશે અને અવાજને પણ ઓળખી શકશે. MG Hectorમાં ismart ઇન્ટફેસ હશે જે સોફ્ટવેર હાર્ડવેર અને કનેક્ટિવિટી ઑપ્શન્સ સાથે લાવશે.

MG Hector ગ્લેઝ રેડ, બર્ગન્ડી, સ્ટેરી બ્લેક, ઑરોરા સિલ્વર, અને કેન્ડી વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ થશે. નવી MG Hector SUV પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ થશે. આ SUVમાં 1.5 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 2.0 લીટર ડીઝલ એન્જિનનો વિકલ્પ છે. કંપનીના કાર લોન્ચિંગ સેરેમનમાં આ તમામ ફિચર્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.