બ્રિટનના લેખક કાજુઓ ઇશિગુરોને વર્ષ 2017નું લિટરેચર નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.. આ પહેલાં કેમેસ્ટ્રી માટે 2017નું નોબેલ પ્રાઇઝ બાયોકેમેસ્ટ્રીમાં ક્રાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ડેવલપ કરવા માટે સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક જૈક ડુબોશે, જર્મનીના જોઆકિમ ફ્રેંક અને સ્કોટલેન્ડના રિચર્ડ હેન્ડરસનને આપવામાં આવશે. ફિઝિક્સ માટે 2017નું નોબેલ પ્રાઇઝ ગ્રેવિટેશનલ વેવ્સ સાથે જોડાયેલા કામ માટે જર્મની અને અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે. તેઓના નામ રાયનર વીસ, બૈરી સી બૈરિશ અને કિપ એસ. થોર્ન છે આજે તેની જાહેરાત કરવામાં આવી.તેઓએ લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ આબજર્વિટી (LEGO)ના ક્ષેત્રમાં કામ કર્યુ છે. તેઓને ઇનામ તરીકે 90 લાખ સ્વીડિશ ક્રોન (અંદાજિત 7.25 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ઇનામની રકમનો અડધો હિસ્સો રાયનર વીસને આપવામાં આવશે, જ્યારે અડધા હિસ્સાના બે બરાબર ભાગ બૈરિશ અને થોર્નની વચ્ચે વહેંચવામાં આવશે.
Trending
- ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ
- નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી મુલાકાત
- ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ
- Honda આ નવા ફીચર્સ સાથે આવતી કાલે લોન્ચ કરશે Honda Activa Electrick
- Aravalli : BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ
- અમદાવાદમાં ટ્રાફિકથી ભરચક રહેતા બ્રિજનું હવે થશે રિપેરિંગ
- ના હોઈ…આટલા ફીચર્સ સાથે આટલી ઓછી કિમતમાં બાઈક..!
- CM પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 28મી નવેમ્બરે યોજાશે