ઇઝ ઓફ લિવિંગ અંતર્ગત રાજ્યના ચીફ સેક્રેટરીએ તમામ IAS અધિકારીઓ પાસેથી સૂચનો મંગાવ્યા : રાજકોટ જિલ્લા કલેકટરે પાણી અને જમીન, મ્યુનિસિપલ કમિશનરે પાણી- શાળા, ડીડીઓએ આરોગ્ય -શાળા તેમજ પીજીવીસીએલના એમડીએ વીજળી અંગે આપ્યા મહત્વના અભિપ્રાય
લોકસભા પૂર્વે રાજ્યમાં શિક્ષણ, પાણી, જમીન, વીજળી અને આરોગ્ય સેવામાં ધરખમ ફેરફારો કરે તેવા એંધાણ મળી રહ્યા છે. કારણકે સરકારે તમામ આઈએએસ અધિકારીઓ પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ સુચનોનો અભ્યાસ કરી તેના આધારે ટૂંક સમયમાં અમલાવરી થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે અગાઉ વિધાનસભામાં ભવ્ય જીત મેળવનાર ભાજપ હવે લોકસભામાં કોઈ કસર છોડવા માંગતી નથી. જેને લઈને અત્યારે સરકારમાં મહત્વના ફેરફારો કરવાની હલચલ શરૂ થયાનું જાણવા મળી રહ્યું છે. ઇઝ ઓફ લિવિંગ અંતર્ગત રાજ્યના ચીફ સેક્રેટરીએ તમામ આઈએએસ પાસે મહત્વના 5 મુદ્દે સૂચન મંગાવ્યા હતા. જેમાં લેન્ડ પ્રોપર્ટી, ઇલેક્ટ્રિસિટી, પાણી, હેલ્થ એન્ડ વેલનેસ, શાળા શિક્ષણ આ પાંચ મુદ્દે સૂચન મંગાયા હતા. ગત તા.3ના રોજ નેશનલ લેવલની ચીફ સેક્રેટરીની કોંફરન્સ એટલે કે સીએસ કોંફરન્સ યોજાઈ હતી. રાજ્યના સીએસ રાજકુમારે ત્યારે આ મુદ્દે 5 દિવસનો દરેક આઈએએસને સૂચન આપવાનો પાંચ દિવસનો સમય આપ્યો હતો. ગઈકાલે સૂચન મોકલવાનો અંતિમ દિવસ હતો. જેમાં રાજકોટ જિલ્લાના આઈએએસ અધિકારીઓએ પણ મહત્વના સૂચનો આપ્યા હતા.
જેમાં જિલ્લા કલેકટરે પાણી અને જમીન, વીજ કંપનીના એમડીએ વીજળી,મ્યુનિસિપલ કમિશનરએ મહાપાલિકા વિસ્તારમાં પાણી- શાળા, ડીડીઓએ આરોગ્ય- શાળાને લઈને શુ સુધારા કરવા પડે એમ છે ? પ્રક્રિયા સરળ બનાવવા શુ કરી શકાય ? ક્યાં ઉણપ છે ? તેને ઠીક કરવા શુ કરવું જોઈએ તે સહિતના મુદ્દે તમામ આઈએએસ અધિકારીઓએ સૂચન મોકલી દીધા છે. હવે ટૂંક સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશભરના આઈએએસ અધિકારીઓની પીએમ કોંફરન્સ યોજાશે જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરી અમલવારી કરશે.
ગુડ ગવર્નરન્સ હેઠળ જે મહત્વની સુવિધા પ્રોવાઇડ કરવામાં આવે છે તેમાં મોટા ફેરફાર થાય એમ છે તમામ આઈએએસ પાસેથી સીએસએ અભિપ્રાય માંગ્યા છે. પીએમ કોંફરન્સ બાદ ગુજરાતમાં મોટા સુધારા થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.
નોંધનીય છે કે 5 વર્ષ પછી ગુજરાતમાં ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે આરોગ્ય વિષય ઉપર મહત્વના સુધારાનું સૂચનો કર્યા હતા. તે પણ ઘણા મહત્વના હતા. બીજી તરફ શાળા પ્રવેશોત્સવ વખતે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીરએ ગુજરાતનું શિક્ષણ કેવું છે ? તેવો લેટર બોમ્બ ફોડ્યો હતો. લેટર અન્વયે આ મહત્વ ગણાતા એવા આ જીવનજરૂરી પાંચ પરિબળોને લઈને હવે સરકાર હરકતમાં આવી છે.
કેવડીયામાં ટૂંક સમયમાં યોજાશે પીએમ કોન્ફરન્સ, તેમાં આ ફેરફારો મુદ્દે લેવાશે નિર્ણય
કેવડિયા ખાતે આગામી સમયમાં પીએમ કોન્ફરન્સ યોજાશે. જેમાં જીવન જરૂરી પાંચ મુદ્દાઓને લઈને અધિકારીઓ પાસેથી જે સૂચનો મંગાવવામાં આવ્યા છે. તેના વિશે નિર્ણય લેવાશે. આ કોન્ફરન્સમાં આઈએએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ગુડ ગવર્નરન્સ હેઠળ જે મહત્વની સુવિધા પ્રોવાઇડ કરવામાં આવે છે તેમ મોટા ફેરફાર અંગે આ કોન્ફરન્સમાં નિર્ણય લેવામાં આવશે.આમ રાજ્યમાં મોટા સુધારા થાય તેવા એંધાણ મળી રહ્યા છે.