રાજકોટની સરકારી કચેરીમાં કર્લાક તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ જાનીની પુત્રી દૃષ્ટિ જાની એ સી.એ.ની અધરી પરીક્ષા સતત પરિશ્રમ કરીને સફળતા મેળવી હતી. પ્રારંભે સર્વોદય સ્કુલને બાદમાં એમ.જે. કુંડલીયા કોલેજ અભ્યાસ કરીને બી.કોમ સાથે એમ.કોમની પદવી મેળવી હતી.
દૃષ્ટિ જાનીએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે ૨૦૧૩માં ધો.૧૨ પછી સી.એ. થઇને પરિવારનું નામ રોશન કરવાનું નકકી કર્યુ, અધરી પરીક્ષા હોવાથી સખત મહેનત એક જ સફળતા ચાવી હતી જેને કારણે મે આરંભ કરી દીધી તૈયારી. વિવિધ કલાસો ભર્યાને વિવિધ નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવતા મે સતત ૧૫ કલાક મહેનત કરીને આ સફળતા મેળવી છે તેમ જણાવેલ હતું.
દૃષ્ટિ પ્રારંભથી વકતૃત્વ સ્પર્ધા મોનીટરીંગ અને વિવિધ વિષયો ઉપર સ્પીચ દેવાનો શોખ ધરાવતી હતી. આ વર્ષે સમગ્ર દેશમાં માત્ર પાંચ ટકા જ પરિણામ આપ્યું છે. તેમાં દૃષ્ટિ જાની જુના કોર્ષમાં પાસ થઇ છે. ધો.૧૦માં ૮૫ ટકાને ધો.૧૨માં ૯૯.૨૩ પી.આર. મેળવી દૃષ્ટિએ પ્રારંભ તેજસ્વીના પ્રાપ્ત કરી હતી. સતત ૧૫ કલામાં મમ્મી-પપ્પાને મદદ સાથે દૃષ્ટિ ઘરકામમાં નંબર વન છે. ભણવામાં તે પ્રારંભથી રકોલર સ્ટુડન્ડ રહીને સતત પ્રથમ રેંક મેળવેલ છે. તેણે નવેમ્બર-૨૦૨૦માં ફાઇનલ સી.એની. પરિક્ષા આપી હતી.
દૃષ્ટિ જાનીએ જણાવેલ કે હું ટીવી કયારેય જોતી ન હતી. માત્ર ફિલ્મોનો શોખ હોવાથી સાઉથના મુવિ અને વેબસિરીઝ મારા ફેવરીટ હોવાથી વિકમાં એકાદવાર જોતી હતી. અત્યારના યુવાધનને દૃષ્ટિએ સંદેશ આપ્યો કે તમે એકવાર નકકી કરી લો ને એ ગોલ આધારીત મહેનત કરો તો સફળતા ચોકકસ મળે છે.
જાની પરિવારમાં આનંદની લાગણી સાથે દૃષ્ટિ જાનીની સફળતાને બધા અભિનંદન સાથે શુભેચ્છા આવી રહ્યા છે. દૃષ્ટિનો મોટોભાઇ પણ જી.પી.એસ.સી.ની તૈયારી કરી રહ્યો છે. પરિવારમાં દૃષ્ટિ જાતી પ્રથમ સી.એ. બની છે. પરિવારમાં મોટા ભાગના સદસ્યો સરકારી કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે.