દિવસભરની ગરમી ઉતારવા રાત્રીએ ‘આઈસ ગોલા’નો આનંદ માણતા શહેરીજનો
જય ભવાની, રામ ઔર શ્યામ, આઝાદહિન્દ, રાજદિપમાં રૂ.૫૦૦ સુધીના ગોલા; ચોકો બોલ, ચોકો સન્ડે, ફુલ બ્રાઉની કેડબરી, બટરસ્કોચ, કાચી કેરી ફલેવર ગોલા પ્રેમીઓને વધુ પ્રિય; યુ.કે.નો ટેસ્ટ માણે છે રાજકોટવાસીઓ
ગુજરાતની સ્વાદપ્રેમી પ્રજા ઉત્સવપ્રેમી તો છે સાથે સાથે ચટપટુ અને ગળ્યું ખાવાની પણ શોખીન છે. દરેક ઋતુની મોજ માણતા સૌરાષ્ટ્રવાસીઓ શિયાળામાં કાવો-ઉકાળો તો ઉનાળામાં આઈસ્ક્રીમ, કૂલ્ફી, ગોલાની જયાફત ઉડાવે છે. ખાવાના શોખીનો માટે ઠેર ઠેર ઠંડાપાણી આઈસ્ક્રીમ, ગોલાની દુકાનો-રેકડીઓ ધમધમતી રહે છે.
હાલ ઉનાળો કાળઝાળ અગન વર્ષા વરસાવી રહ્યો છે. ત્યારે દિવસભરની ગરમી અને થાક ઉતારવા રાત્રે લોકો ગાર્ડન, રીંગરોડ, સર્કલમાં ઉમટી પડી શરીરને ઠંડક પ્રદાન કરતા ગોલા આઈસ્ક્રીમ ખાઈ છે.વર્ષોથી ખવાતા ગોલામાં આજે અનેક પ્રકારની ફલેવર અને ટેસ્ટ માણવા મળે છે. રાજકોટીયન્સ રૂ.૨૦થી લઈ રૂ.૪૦૦ સુધીના ગોલા આરોગી ઉનાળાની રાતનો આનંદ માણે છે.ઉનાળાની રાત્રીએ જાણે દિવસ ઉગ્યો હોય તેમ લોકો ઠંડી હવા ખાવા અને ફરવા નીકળી જાય છે. મોડીરાત્રી સુધી ગોલાની દુકાનો ધમધમતી જોવા મળે છે.
ભવાનીના ગોલા ખાવા આવેલ જય શીશાંગીયાએ જણાવ્યું કે અહીયાના ચોકોબોલ ગોલા તેઓ ખૂબજ પસંદ કરે છે. અને અમે લોકો અમારા ફ્રેન્ડ સાથે અમે છેલ્લા ૩ વર્ષથી આવીએ છીએ અને વધારે અમે અમારા ફ્રેન્ડ સાથે જ આવીએ છીએ અને અઠવાડીયામાં અમે લોકો બેથી ત્રણ દિવસ અમે અહી આવીએ છીએ. સાથે આવીએ છીએ અને ખૂબજ આનંદીત થઈને ગોલાની મજા માણીએ છીએ.રાજકોટના રહેવાસી રેવતીબેને જણાવ્યુંં હતુ કે દર ઉનાળે તેનો સ્પેશિયલ આઝાદ હિંદના ગોલા ખાવા માટે અચૂકપણે આવે જ અને લગભગ અમે રાજકોટ રહીએ છીએ ત્યારથી અહીના જ ગોલા પસંદ કરીએ છીએ અહીના ગોલાની વેરાયટીની સાથે કવોલીટી પણ ખૂબજ સારી છે.
અત્યારે ફેમીલી સાથે આવ્યા છીએ.ત્રે જેમકે બટર સ્કોચ, સ્ટ્રોબેરી, રાજભોગ ત્યારે અમુક વખતે સળીવાળા ખાઈને પણ બાળપણ યાદ કરવાની મજા છે.અમદાવાદના નીતાબેને રાજકોટ પ્રવાસ વખતે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે આઝાદ હિંદના ગોલા ખાવાનું તે રાજકોટ આવતીવખતે ભૂલતા નથી અહીના અલગ અલગ ફલેવરનાં અને ટેસ્ટને લઈ આઝાદ હિન્દ પ્રખ્યાત છે. આઝાદ હિન્દના ફલેવર માત્રા, ટેસ્ટ ખૂબજ પસંદ છે. તેમાં કેડબરી ફલેવર ગોલા ખૂબજ પસંદ છે. આઝાદ હિન્દના ગોલા આખા રાજકોટમાં ખૂબજ ફેમસ છે લોકો દર ઉનાળામાં અહીના જ ગોલા ખાવા પસંદ કરતા હોય છે.
એક સમયે ૨૫ પૈસાના ગોલા વહેચતા હતા: યુનુસભાઈ
આઝાદ હિંદના ઓનર યુનુસભાઈએ જણાવ્યુંં હતુ કે આઝાદ ગોલાવાળા તરરીકેની અમારી આ ૪થી પેઢી છે. જયારે અમે રેકડી લઈને શેરી ગલીમાં ૨૫ પૈસા અને ૫૦ પૈસા ના ગોલા વહેચતા હતા. ત્યારથી ગોલાના વેપાર સાથે સંકળાયેલા છીએ ઉનાળો શ‚ થયો છે. ત્યારે સારો માહોલ જોવા મળી રહ્યો છે. વધારે ગોલામાં કેટબરી, ચોકોચીપ્સ, જેવા ગોલા વધારે પસંદ છે વર્ષોથી અમારે એક જ ટેસ્ટ રહે છે.
તેમા કોઈ પણ જાતને ફેરફાર રહેતો નથી. ગોલામાં વિવિધ ફલેવર્સ જેમકે કાચીકેરી, સ્ટોબેરી, ચીકુ, મેંગો, પાઈનેપલ, ફાલસા, બ્લેક કરંટ, બ્લુબેરી, સ્ટ્રોબેરી એ અમારા ગોલાની ખાસીયત એ છે ગોલામાં બરફ માટેનો છોલ એકદમ જીણો રાખીને અને તેમનામાં ક્રીમ રાખીને તેમના ટેસ્ટમાં વધારો આવે છે. લોકો એટલા માટે અમારા ગોલા પસંદ કરે છે ત્યારે મારા પપ્પાના પપ્પા પણ આજ બીજનેશ કરતા અને અમે પણ એજ કરીએ છીએ ત્યારે હાલ અમારેણ આજથી ૨૦ વર્ષ પહેલા જે ટેસ્ટ હતો. અને આજ પણ એજ ટેસ્ટ છે.
રાજકોટમાં છેલ્લા ૩૫ વર્ષથી પ્રખ્યાત અને શહેરીજનોના હૃદયમાં વસતા ગોલા માટેનું ખૂબજ જાણીતુ અને માણીતુ નામ એટલે આઝાદ હિન્દ ગોલા જેના ચંદ્રેશભાઈ સેરૈયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સાંજ પડતાની સાથે જ અમારે ત્યાં ગોલા ખાવા માટે લોકોની ભીડ થઈ જાય છે. અમારી ગોલા ડીશમાં માવા મલાઈ અને ડ્રાયફૂટની ખાસીયત છે. આ ઉપરાંત લોકો કેડબરી, ચોકલેટ એમ અનેક પ્રકારનાં ગોલા પસંદ કરે છે. અમે માત્ર રાત્રે ૧૦ થી ૧૨. ૩૦ સુધી દુકાન ખૂલ્લી રાખીએ છીએ તેમ છતા લોકોની લાગણી છે કે તેઓ અહી સિવાય કયાંય જતા નથી. અને તેમના સ્વાદ મુજબ મળી રહે.
યુ.કે.નો ટેસ્ટ માત્ર જય ભવાની ગોલામા: પ્રતિક માનસતા
કાલાવડ રોડ ઉપર આવેલ જય ભવાની ડ્રાયફૂટ ડીસ ૨૫ વર્ષથી ગોલાનો આ બીજનેશ કરી રહેલા પ્રતિક માનસતાએ કહ્યું હતુ કે તેઓ લોકોને દર વર્ષે નવી નવી ગોલાની વેરાયટીઓ આપે છે. અવનવી ફલેવર સાથોસાથ કેટબરી, બટરસ્કોચ, રોઝ પેટલ, કાચી કેરી, ધણી ફલેવરની સાથોસાથ વર્ષે નવો ગોલો લોન્ચ કર્યો છે. તેમાં ફેરલર લોચરનો ચોકોબોલ, ચોકો સન્ડે, કુલ બ્રાઉની જેમ હોટ બ્રાઉની આવે છે. તેમ કુલ બ્રાઉની આવે ત્યારબાદ ડાયાબીટીસ વાળા લોકો માટે સુગર ફ્રી ગોલા પણ બનાવીએ છીએ તેમાં રોઝ, કાચીકેરી અને ઓરેંજ રાખીએ છીએ સુગર ફ્રીમાં એક એવી સ્પેચ્યુલા હોય છે કે જે સુગર ફી માટે જ વપરાય છે.
કે જે લોકો દસ ગોલા પણ ખાય ને તો પણ કાંઈ જ ફેર ન પડે. ત્યારબાદ ૫૦% લોકો એવા હોય કે જે લોકો રેગ્યુલર ફલેવર જ ખાવાનું પસંદ કરતા હોય અને બાકીના બધા કસ્ટમર કે જેને અલગ અલગ ફલેવર ખાવા જોઈતી હોય છે. દર વર્ષ અમારા રેગ્યુલર ક્સ્ટમર કાંઈક નવુ માંગે છે એટલે આ વખતે અમે પાંચ છ ફલેવર એવી છે કે જેમાં યુ.કે.નો ટેસ્ટ અમે અહીયાં લઈ આવ્યા છીએ. જે આખા ઈન્ડીયામાં નહી મળે રાજકોટમાં માત્ર અમારી પાસે મળશે. એ વેરાયટી જેવી કે બોનેકે, ફૂટ કસ્ટડ, સોફટ ડ્રીંક, એવી ઘણી બધી વેરાયટીઓ રાખીએ છીએ.
નવી વેરાયટીઓમાં કલર આઈ.એસ.આઈ. એમના એસેન્સ એ પણ આઈ.એસ.આઈ. વાળા હોય છે. અને અમારા પાંચ ગોલા ખાવ તો પણ તમને ગળામાં નહી બળે અને તમારા કપડામાં પણ ડાઘા પડતા નથી અમે ગોલા પેક એવી રીતે કરીએ છીએ કે પાર્સલ ગોલા ડીપફ્રીઝમાં જમાવી દઈએ અને ત્રણથી ચાર કલાક સુધી રહી શકે તેવા ગોલા પેકીંગ કરીએ છીએ બાય ફલાઈટ અને બાયકાર લોકો આ ગોલા લઈ જતા હોય છે.
જેમકે બરોડા, અમદાવાદ, ગોંડલ, વાંકાનેર, મોરબી, જેવી ઘણી બધી જગ્યાએ આ ગોલાઓ જાય છે. આ બધી જગ્યાએ આ ગોલાઓ જાય છે.ભવાની ગોલામાં સુગર ફી, રોઝ, રાજભોગ, કાચી કેરી, ઓરેંજ ગોલા રાખવામાં આવે છે. તેમા સુગર ફ્રીમાં નેચરલ પાઉડર નો જ ઉપયોગ થાય છે તેથી ગ્રાહકને કોઈપણ જાતનું નુકશાન થતુ નથી.
ગોલામાં વપરાતી દરેક વસ્તુઓની ગુણવત્તા જાળવીએ છીએ: હરીશભાઈ દાસાણી
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા રાજદીપ ગોલા (આઈસ્ક્રીમ) અને તેમની બીજી બ્રાન્ચ લાખાજીરાજ રોડ પર આવેલી રાજદીપ કોલ્ડ્રીંકસ એન્ડ આઈસ્ક્રીમ જે છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. રાજદીપના ઓનર હરીશભાઈ દાસાણીએ જણાવ્યું હતુ કે તેમણે શરૂઆત ૨૦૦૪થી આઈસ્ક્રીમથી કરી હતી અને ધીમેધીમે પ્રગતી સાથે આઈસ્ક્રીમની સાથે ગોલા બનાવવાનો વિચાર આવ્યો. જેમાં રાજદીપ સ્પેશીયલમાં ૫ પ્રકારનાં હાલ પ્રખ્યાત છે જેમાં સ્ટ્રોબેરી, માવામલાઈ, ચોકોચીપ્સ, રો મેંગો, લોકાને વધારે પસંદ પડે છે. જે અમારી સ્પેશીયલ ડીશ છે. ગોલામાં અમે બરફ પણ મીનરલ વોટરમાંથી તૈયાર કરીએ છીએ, માવો, મલાઈ બધુ જ સારી ગુણવતાનું જ વાપરવામાં આવે છે. અને ગ્રાહકોને ગોલા ખાઈ પેટમાં ટાઢક થાય એજ હેતુ હોય છે.
૨૨ વર્ષથી કેશોદમાં કમલ ગોલા ચલાવીએ છીએ: જીણાભાઈ ડાભી
કેશોદમાં કમલ ગોલા ચલાવતા જીણાભાઈ ડાભી છેલ્લા ૨૨ વર્ષથી રેકડીમાં ગોલા બનાવે છે. તેમણે અબતક સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે તેઓ ગુલાબ, કાચીકેરી, કાલાખટ્ટા, કેશરપીસ્તા, રાજભોગ, ઉપરાંત ૪૦ કિલોમીટર સુધી પાર્સલ લઈ જઈ શકાય. એવી રીતે પાર્સલની સુવિધાઓ ગોલા માટે આવે છે. તેઓ ૩૦ રૂપીયાથી શરૂઆત કરી ૮૦ રૂપીયા સુધીના ગોલા રાખીએ છીએ અને કમલ ગોલા ને હોસ્પિટલના મેળામાં એવોર્ડ પણ મળેલો છે. અને વધારે લોકો તેમની વેરાયટીમાં વધુ પસંદ કેટબરી ફલેવર કરે છે.
કેશોદનાં રહેવાસી રવી કે જે કમલ ગોલાવાળાને ત્યાં દર અઠવાડીયે ૨ થી ૩ વાર તે કમલ ગોલાવાળાને ત્યાં ગોલાખાવા જાય છે. અને રવિને ત્યાંનો ચોકલેટ ફલેવરનો ગોલો ખૂબજ પસંદ કરે છે. અને ચોકલેટ ફલેવર લોકો પણ વધુ પસંદ કરે છે.
હેલ્ધી છતા ટેસ્ટી શુગર ફ્રી ગોલા: જય કારીયા
શ્રી હરસીધ્ધી ડ્રાયફૂટ ડીસ ગોલાના જય કારીયા છેલ્લા ૭ વર્ષથી તળાવની પાળે દુકાન ચલાવી રહ્યા છે. અને સરાહના મેળવી રહ્યા છે. ગ્રાહકોને નુકશાન ન થાય તેવી દરેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં શ્રી હરસીધ્ધી ડ્રાયફૂટ ડીસ ગોલામાં અનેક એવી ગોલા ડીસ બનાવીએ છીએ જેવી કે સુગર ફ્રી ગોલા શરૂ કર્યા છે.
રેગ્યુલર આઈટમમાં કેટબરી, કાચીકેરી, રોઝ, કાલાખટ્ટા, સ્પેશ્યલમાં ચોકોસંડે, ચોકોબોલ હાલમાં કસ્ટમરની માંગણીના આધારે મુકેલા છે. જેમાં આઈસ્ક્રીમ અને ત્રણ ચાર જાતની ચોકલેટ વાપરીએ છીએ. રાજકોટની બ્રાંચ છે. ભવાની ગોલા અને અમે ૬૦ રૂપીયાથી માંડીને ૨૭૦ રૂપીયા સુધીના ગોલા બનાવીએ છીએ.
મીરા યાજ્ઞીક જણાવે છે કે જામનગરમાં આવેલા હરસીધ્ધ ગોલામાં છેલ્લા ૪-૫ વર્ષથી ગોલાખાવા માટે આવું છું અહી ગોલા ખાવા માટે અમે ઉનાળામાં દરરોજ ગોલા ખાવા આવીએ છીએ મારો પસંદીદા ગોલામાં બટરસ્કોચ છે. અને અહીના સુગર ફ્રી ગોલા ખૂબજ સારા આવે છે જે ડાયાબીટીસ વાળા લોકો પણ આરામથી ખાય શકે છે. ઘણી ફલેવરના ગોલા અહી મળે છે.પરંતુ એકવાર ખાધા પછી ફરી તમે ખાવાની ઈચ્છા થાય તેવા ગોલા અહી મળે છે. ગોલા બનાવા માટે કોઈ પણ એસેન્સ નો યુઝ નથી થતો નેચરલ વસ્તુ વાપરવામાં આવતી હોવાથી ખાધા પછી કોઈ પણ તકલીફ થતી નથી.
ફલાઈટ દ્વારા વિદેશમાં પણ પહોચાડી શકો છો ગોલા
સામાન્ય રીતે તો આપણે દુકાન કે લારીમાં જ જઈને ગોલા ખાતા હોય છીએ પરંતુ તમારે મુંબઈમાં બેઠેલા મિત્રને રાજકોટના ગોલા તો શકય છે. ખરૂ? તમને માનવામાં નહી આવે પરંતુ જય ભવાની ડ્રાયફૂટ દ્વારા અનોખી રીતે ડિપફ્રીઝ ગોલા તૈયાર કરવામાં આવે છે. જે ૪ થી ૫ કલાક સુધી ઓગળતા નથી જો તમારે પણ આ રીતે કોઈ ગુજરાતની બહારના સગા વ્હાલાને ગરમીમાં મીઠડી અને ઠંડી ઠંડી ભેટ આપવી હોય તો ફલાઈટમાં પણ આ ગોલા લઈ જઈ શકાય છે. સામાન્ય રીતે તૈયાર કરાયેલ ગોલાને ૨૪ કલાકથી પણ વધુ સમય માટે ડીપફ્રીઝ કરવામાં આવે છે. જો તમારે પણ કોઈને ગોલા સરપ્રાઈઝ પાર્ટી આપવી હોય તો જય ભવાની એ જતા રહો !!!