રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઘઉં,ચણા તથા ધાણાને એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરી ટોકન મુજબ મંગાવામાં આવશે, રજીસ્ટ્રેશન માટેનો સમય આજ બપોરના 4 વાગ્યા થી 6 વાગ્યા સુધીનો રહેશે. ખેડૂતોને ટોકન મુજબ યાર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવે તે મુજબ જ ખેડૂત ને માલ લઇ માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે.
મગફળી, લસણ, તુવેર,એરંડા તથા કપાસ પાલ સોમવાર સવારે 5 વાગ્યા થી 8 વાગ્યા સુધી જ આવવા દેવામાં આવશે. કપાસભારી, જીરૂ, સફેદતલ, કાળા તલ, રાય, રાયડો, મેથી, સોયાબીન, શીંગદાણા તથા શીંગફાડા, પ્લેટફોર્મમાં ઉતરતી જણસી ની આવક કાલે રવિવાર સવારે 9 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે,તેમજ ઉપરોક્ત જણસી ગુણીમાં હોય તે ગુણીમાં ઉતરાઈ કરવી પાલ કરવો નહી,
માવઠાની આગાહીને ધ્યાને લઇ માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે,તેમજ કમીશન એજન્ટભાઈઓં ઉતારેલ માલને વાતાવરણ ને ધ્યાને લઇ ઢાંકવાની વ્યવસ્થા કરવાની રહેશે,જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી. અન્ય બીજી જણસી ની આવક રાબેતા મુજબ 24 કલાક આવવા દેવામાં આવશે.જેની સબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી
માર્કેટીંગ યાર્ડમાં ત્રણ દિવસ ખેત જણસો ઢાંકીને લાવવા સૂચના
હવામાન વિભાગ દ્વારા તા.13, 14 તથા 15 માર્ચ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને ધ્યાને લઇ કોઇપણ ખેતપેદાશ માર્કેટ યાર્ડમાં ખૂલ્લા મેદાનમાં કે વરસાદને કારણે પલળી જાય તેમ ઉતરાવી નહિં તેમજ અગાઉ ઉતારેલ જણસીઓને ઢાંકીને સલામત રાખવી.
પ્લેટફોર્મમાં જ તમામ ખેત પેદાશો ઉતરાવવાની રહેશે. પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલની દુકાને સલામત રીતે ખેત પેદાશ ઉતરાવવાની રહેશે.