કાલથી 16 જુલાઈ સુધી બુથવાઈઝ 50 નવા સભ્યો બનાવવાનું લક્ષ્યાંક
ભાજપ દ્વારા હવે એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવશે.જેમાં ધો.12માં સારા માર્કસ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ભાજપ ‘રાજનેતા’ બનાવશે. તેજસ્વી તારલાઓને ભાજપના સભ્ય બનાવવામાં આવશે. પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં અને પ્રદેશમંત્રી અને યુવા મોરચાના પ્રભારી પંકજભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો સંદર્ભે યુવા મોરચાની બેઠક યોજાઇ. સદસ્યતા અભિયાન અંતર્ગત 7થી 16 જૂલાઇ દરમ્યાન 9 દિવસ સુઘી યુવા મોરચાના કાર્યકર્તાઓ બુથમાં જઇ પચાસ નવા સભ્યો બનાવશે.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટે સંબોધનમાં જણાવ્યું હતું કે, 23 થી 30 જૂન દરમ્યાન ડો.શ્યામાં પ્રસાદ મુખર્જીની જન્મ જંયતી દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 392 રક્તદાન કેમ્પ કરી ને માત્ર એક સપ્તાહની અંદર 37 હજાર જેટલી રક્ત યુનિટ એકત્રીત કરીને માનવતાને શોભે એવું એક સમાજ ઉપયોગી,લોક ઉપયોગી કાર્યો હાથ ઘર્યુ હતું અને જૂલાઇ મહિનાની અંદર 200 જેટલા કેમ્પ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો હાથ ઘરવાના છે.
ભારતીય જનતા પાર્ટીના ચાલી રહેલા સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી યુવાનો કોઇ રમતવિર હોય કે સંગીતાકાર હોય કે ઉદ્યોગ કરતા હોય કે કોઇ ધોરણ 12માં સારા ગુણ મેળવ્યા હોય તેવા યુવાનોને મળી ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરીને પ્રાથમિક સદસ્યતા બનાવવાનું કામ હાથ ઘરશે.
તારીખ 7 જૂલાઇ થી 16 જૂલાઇ સતત 9 દિવસ યુવા મોરચાના કાર્યકરો નવા સદસ્યતા બનાવવા માટે થઇને 7 જૂલાઇ થી 10 જૂલાઇ સુઘી યુવા મોરચાના કાર્યકરો પોત પોતાના બુથમાં જઇને નવા પચાસ સભ્ય બુથની અંદર બનાવીવે તેમને સદસ્યતા અભિયાન અંતર્ગત સદસ્ય બનાવશે. ત્યાર બાદ 10 તારીખથી લઇને 13 તારીખ સુઘી દરેક સ્કુલ કોલેજ હોસ્ટેલ,ટ્યુશન કલાસીસ જયા નવા યુવાનો કે જેઓની ઉંમર 18 વર્ષથી લઇ 25 વર્ષની છે તેવા યુવાનોને સદસ્ય બનાવવામાં આવશે ત્યાર બાદ તારીખથ 14,15,16 જાહેર સ્થળ જેવા કે મોલ, થિયેટર,જાહેર ચોકમાં નવ યુવાનોનો સંપર્ક કરી પાર્ટીના સદસ્યો બનાવી આવનાર સમયમાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર જવાનો છે.