જામનગર બ્રીલિયન્ટ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ધો ૧૦ માં મેદાન મારીને ૯૯ ટકા પીઆર સાથે બ્રીલીયન્ટ સ્ફૂલનું ગૌરવ વધાર્યુ છે: ત્યારે બ્રીલિયન્ટ સ્કૂલના નકુલ હર્ષનેં ૯૯. ૯૯ પીઆર એટલે કે ૯૩.૬૬ ટકા મેળવ્યા છે. જેમાં ગણીતમાં ૯૯ ટકા ઈંગ્લીશમાં ૯૪ ટકા અને વિજ્ઞાનમાં ૯૬ ટકા મેળવીને સિદ્ધી હાંસલ કરી છે. ત્યારે નકુમ હર્ષના પિતા જયેશભાઈ અને માતા ભાવના બેન બન્ને શિક્ષક છે. ત્યારે હર્ષ નકુમ સાયન્સમાં આગળ વધવાંની ઇચ્છા વ્યક્ત કરી છે. જયાર’ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંક્ળાયેલા જયંતિભાઈની પુત્રી વેકરિયા શ્રુતિએ પણ ૯૯.૮૨ પીઆર સાથે ૯૦.૮પ ટકા મેળવીને પરીવાર સાથે બ્રીલિયન્ટ સ્કૂલનું નામ રોશન કર્યું છે. ત્યારે શ્રુતિ વેકરીયાનેં હવે ઘો.૧૦ પછી કોમર્સમા આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી છે ત્યારે વેકરિયા શ્રુતિને વાંચનનો ભારે શોખ હોવાથી ધો. ૧૦ માં પરીણામ મેળવવામાં સારી સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.