અધિક આસો સુદ એકમ ને આજરોજ તારીખ ૧૮/ ૯ ના રોજ થી પવિત્ર પુરૂષોત્તમ માસનો પ્રારંભ થયો છે. ધર્મ, આરાધના, તપ, જપ માટે પુરુષોત્તમ માસ ઉત્તમ ગણાય છે. જે મહિનામાં સૂર્ય રાશિ બદલતો નથી તે મહિનાને અધિક માસ કહેવામાં આવે છે. પુરુષોત્તમ માસ આશરે ૨૮થી ૩૬ મહિને આવે છે. પુરુષોત્તમ માસમાં ઉપવાસ કે એકટાણા કરવા. જેમાં વ્રત દરમિયાન ચોખા, ઘઉં,મગ, જવ, તલ, કાંગ, વટાણા, સામો, આદુ, કંદમૂળ, કાકડી, કેળા, દહીં, ઘી, દૂધ, ફણસ, જીરું, સૂંઠ, આમલી, સોપારી, આમળા વગેરે વસ્તુઓ ખાઈ શકાય છે. પુરુષોત્તમ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, રાત્રી પહેલાં ભોજન કરવું અને બને ત્યાં સુધી ઘરે બનાવેલું જ ભોજન લેવું, પુરુષોત્તમ માસની કથા સાંભળવી, તેને જીવનમાં ઉતારવી. આમ કરવાથી આ જન્મમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુ પોતે જ પૃથ્વી પર રહેતા હોવાથી પ્રાર્થના જલ્દી સ્વીકાર કરે છે. પુરૂષોત્તમ મહિનામાં રામાયણ, ભાગવત, અથવા ગીતાજી નો પાઠ કરી આત્મકલ્યાણ કરી શકાય છે. સાથે પુરુષોત્તમ માસના માં સૂર્યને દરરોજ અર્ધ્ય આપવુ, સૂર્યનમસ્કાર કરવા, જેથી બીમારીઓ સામે રક્ષણ મળે. પુરુષોત્તમ મહિના દરમ્યાન વ્રત કરવાથી કોરોના જેવી બીમારી સામે પણ રક્ષણ મેળવી શકાય છે. યોગ્ય ખાવા-પીવામાં પણ પરેજી રહેશે અને બીમારી સામે રક્ષણ મળશે અને પુણ્યનું ભાથું પણ બંધાશે.
Trending
- સગીરાને ભગાડી જનાર શખ્સ ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો
- ગાંધીનગરમાં પર્યાવરણ યોદ્ધા શિક્ષકોનું સન્માન
- અમદાવાદ મેટ્રો ટ્રેનનું નેટવર્ક 62 કિમીના અંતર સાથે દેશભરમાં ચોથા ક્રમે, ગોધાવી-એરપોર્ટ સુધીની યોજના પણ તૈયાર !
- બિલાવલના બફાટ પર કેન્દ્રીય મંત્રીનો આકરો જવાબ
- સુરતમાં બાળમજૂરીનું દૂષણ યથાવત: રાજસ્થાનથી લવાયેલા વધુ 6 બાળમજૂરો મુક્ત કરાવાયા
- નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી
- ગોંડલ ‘ફરવા-હરવા નહીં’ પરંતુ ‘ડેરા તંબુ તાણવા’ હોય તો આવી જાવ મેદાનમાં: જયરાજસિંહની ‘સિંંહ ગર્જના’
- ગાંધીધામમાં રહેણાંક પ્લોટ આસપાસ 61 લીઝ રદ્ કરવાના આદેશનો વિરોધ