ગાર્ડી વિદ્યાપીઠ એમ.બી.એ.ના વિદ્યાર્થીઓએ ફાસ્ટ ફુડ સ્ટોલ ચલાવ્યા
રાજકોટ ખાતે આવેલી ગાર્ડી વિદ્યાપીઠના એમબીએમાં અભ્યાસ કરતા બીજા તથા ચોથા સેમેસ્ટરના વિધાર્થીઓ એ લર્નિંગ બાય ડુઇંગ ઇન અને ઓર્ગેનાઇઝડ સેક્ટર અસાઇન્મેન્ટના ભાગરૂપે તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ ટ્રેડ મેનિફેસ્ટો -2022 તથા ટ્રેડ ફેર -2022 માં ફાસ્ટ ફૂડ સ્ટોલ રજૂ કર્યા હતા . જેમાં સંપૂર્ણ સ્વચ્છતા તથા વ્યાવસાયિક ધોરણોને અનુસરીને ગોલા , પાણીપુરી , મેશ કટ ડીશ , લસ્સી અને સેન્ડવીચ જેવી ખાદ્ય સામગ્રીનું વેંચાણ કર્યું હતું . આ કાર્યના માધ્યમથી વિધાર્થીઓએ ભારતીય અસંગઠિત રિટેલ સેકટરના પ્રત્યક્ષ અનુભવની સાથોસાથ આકર્ષિત નફો પણ મેળવ્યો હતો ..
આ બન્ને ટ્રેડ ફેર માટે વિદ્યાર્થીઓએ સ્ટોલ માટે જરૂરી તમામ વસ્તુઓ માર્કેટમાં જાતે જ ફરીને વેપારીઓ પાસેથી મેળવી હતી . તથા એમબીએના અભ્યાસક્રમમાં શામેલ થીયરી તથા મેનેજમેન્ટ સિદ્ધાંતોનું સફળતાપૂર્વક આકલન અને પ્રસ્તુતિકરણ વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત ચીજોના વેચાણ દ્રારા કરવામાં આવ્યા હતા . ગાર્ડી વિધાપીઠના એમબીએ વિભાગના હેડ પ્રો . નિલેશ અંકલેશ્વરિયા એ કહ્યું હતું કે ભારતીય મૂળના અમેરિકન પ્રોફેસર ડો . સી . કે . પ્રહલાદે આપેલ બોટમ ઓફ પિરામિડ થિયરીનું વિધાર્થીઓએ જાત અનુભવ દ્વારા પ્રસ્તુતિકરણ કર્યું હતું .વધુમાં ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેકટર જય મહેતાએ જણાવ્યું હતું કે એમબીએના વિધાર્થીઓનો ઉપરોક્ત અભિગમ અનુકરણીય છે .
કોઇ કામ નાનું કે મોટું નથી હોતું , તમારો દ્રષ્ટિકોણ અને કામ કરવાની કુનેહ જ કોઇ પણ નાના કામને પણ સફળ તથા આગળ જતાં વિશાળ બનાવે છે . આ સમગ્ર આયોજન આ જીત માધાણીના માર્ગદર્શન હેઠળ સેમેસ્ટર -2 ના વિદ્યાર્થીનીઓ કોમલ મહેતા , અંજલી વિરમગામ અને ગ્રુપ દ્વારા તથા યોથા સેમેસ્ટરના વિધાર્થીઓ તેરૈયા પૃથ્વી નિહાર મશરુ અને તેના ગ્રુપ એ ટ્રેડ મેનિફેસ્ટોમાં વિવિધ ખાદ્ય વસ્તુઓનું વેચાણ કર્યું હતું અને કસ્ટમર બિહેવ્યરને સમજ્યા હતા . જેઓ એ નિરમાની શઆત સમગ્ર આયોજન પ્રો . આગામી સમયમાં પણ આ રીતે વિદ્યાર્થીઓ અનુભવ મેળવી શકે અને પગભર થઇ શકે એ માટે સંસ્થાના ચેરમેન ડી.વી મહેતા , વાઇસ ચેરમેન કિરણ શાહ અને કેમ્પસ ડિરેક્ટર ડો . એસ . બી . જાડેજા એ એમબીએના વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી .