તેજસ્વી પ્રકાશ એક ફેશન આઈકોન છે અને તેમાં કોઈ શંકા નથી. દરેક વખતે જ્યારે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો મૂકે છે, ત્યારે તે દરેકને સંપૂર્ણ આશ્ચર્યમાં મૂકી દે છે. તેજસ્વીએ તેના ઇન્સ્ટાગ્રામ ખુબ સુંદર ફોટાઓ શેર કર્યા છે. જેમાં તેણી ઓફ-શોલર લાલ અને સફેદ ફ્લોરલ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી હતી. તેણે ગોલ્ડન બ્રેસલેટ્સ અને સિલ્વર પર્લ એરિંગ્સ સાથે તેના લુકને સ્ટાઈલ કર્યો. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટા શેર કરતા તેજસ્વીએ લખ્યું, “સનશાઇન પર ચાલવું”.