કર્મચારીઓની માંગણી વાટા ઘાટ થી ઉકેલી અચોક્કસ મુદતની હડતાલ ટાળવા રજૂઆત
મોરબી સહીત સમગ્ર ગુજરાત રાજ્યની ૧૬૨ નગરપાલિકામાં હાલ આંદોલનનો માહોલ જોવા મળી રહ્યો છે અને જો સમયસર આ પાલિકાના કર્મચારીના પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો ૧જુલાઈ થી અચોક્કસ મુદતની હળતાલ કરવાનું જણાવ્યું છે. તેથી મોરબીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ ગુજરાત મુખ્ય મંત્રીને રજૂઆત કરી પાલિકાના કર્મચારીના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવાની માંગ કરી છે.
મોરબી નગરપાલિકાના કર્મચારીની હળતાલનો આજે ત્રીજો દિવસ છે. કર્મચારીના હળતાલને કારણે નગરપાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ છે જેને કારણે સ્થાનિક લોકોને વીનાં વાંકે હાલાકીનો ભોગવી પડે છે. પરિણામે નગરજનોની પ્રાથમિક સુવિધા જેવીકે લાઈટ, સાફ સફાઈ, પાણી વિતરણ, ગટર વ્યવસ્થા, રોજ બરોજના દાખલાઓ આપવા, જુદી જુદી મંજૂરી આપવા જેવી વહીવટી કામગીરી વ્યવસ્થા ઉપરાંત વેરા વસુલાત કામગીરી પણ જોખમાશે. પરિણામે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ વધુ કથળશે. આ બધી સમસ્યાને કારણે નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગુજરાત સરકારે નગરપાલિકાનાઓના કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ ઉકેલવા વાટા ઘાટાઓ દ્વારા સંભવિત અચોક્કસ મુદતની હડતાળને ટાળવા માટે કોંગી અગ્રણીએ સી.એમને રજુઆત કરી છે. સૌરાષ્ટ્રની ૫૪ જેટલી નગરપાલિકાઓન કર્મચારી છેલ્લા ૩ દિવસથી હળતાલ પર છે તેથી શહેરી નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ પણ ખોરંભે પડી છે. હવે આ હળતાલ લંબાવાઈ રહી છે. તેથી સામાન્ય નાગરિકને વધુ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેથી સમયસર નાગરપાલિકના કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ આવે અને નગરપાલિકાઓનું વહીવટી તંત્ર પૂર્વવત રાબેતા મુજબ કામ કરતું બને તેમ કરવું પ્રજાના હિત માટે ખુબ જરૂરી છે.