• વીરતા સાહસની અનોખી કહાની એટલે ‘કારગીલ યુદ્વ’
  • કારગીલ વિજય દિવસના રજત જયંતિ મહોત્સવને અનુલક્ષીને બાઇક્ સાથે જવાનો દ્રાસ જવા રવાના

રાજકોટની એન.સી.સી.ગૃપ હેડ કવાર્ટર્સ, એ.વી.પી.ટી.કોલેજ ખાતે કારગિલ વિજય દિવસની રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં હતી. આ નિમિત્તે યોજાયેલી દ્વારકાથી દ્રાસ (કારગિલ) સુધીની મોટર સાયકલ રેલીને બ્રિગેડિયર એસ. સંજયએ ફ્લેગ ઓફ કર્યું હતું.

વર્ષ 1999માં પાકિસ્તાન વિરૂધ્ધ કારગીલ યુધ્ધમાં દેશની આન, બાન અને શાનને સલામત રાખવા ભારતમાતાના વીર સપૂતોએ અદમ્ય સાહસ દેખાડી વીરતા સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. આ યુધ્ધ વર્ષ 1999ના મે થી જુલાઈ મહિના સુધી ચાલ્યું હતું. આ યુધ્ધને 25 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં રાજકોટની એન.સી.સી.ગૃપ હેડકવાર્ટર્સ ખાતેની મહિલા કેડેટ્સએ યુધ્ધ દરમ્યાન બનતી વિવિધ ઘટનાઓને નૃત્ય સ્વરૂપે રજૂ કરી હતી અને હવલદાર અરવિંદ યાદવે  કારગિલ યુધ્ધના સૈનિકોની વીરતાની તમામ ઘટના વર્ણવી હતી. બ્રિગેડીયર એસ.સંજયે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. કારગિલ દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, વોલ પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા. આ તકે બ્રિગેડીયર  યોગેન્દ્ર ચૌધરી, કર્નલ રવિન્દ્રસિંહ, કર્નલ રીતેષ એન.સી.સી.કેડેટ્સ અને રીટાયર્ડ આર્મીમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.