એનસીસી પ્રત્યે માત્ર શહેરો જ નહીં ગામડાઓમાં પણ લોક જાગૃતિ આવે તે માટે ‘ગાંવ સે ગાંવ તક’ અભિયાન ચલાવવાની ઈચ્છા હોવાનું આજરોજ રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર અજીતસિંઘ શેખાવતે ‘અબતક’ સોની વિશેષ મુલાકાતમાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, શહેરોમાં તો એનસીસીનું નોલેજ છે. પરંતુ ગામડાઓમાં આ પ્રત્યે લોકોને જ્ઞાન નથી.
તેમણે પોતાની ઈચ્છા વર્ણવતા કહ્યું હતું કે, અભિયાન હેઠળ એક ગાડીને રમાં ક્ધવર્ટ કરવામાં આવશે. ગાડી સો એક બાઈક પણ ભેગુ રાખવામાં આવશે. ગાડીમાં એનસીસી સંબંધીત તમામ વિગતો ગોઠવાશે. આ ગાડી ગામે ગામે ફરશે. ગાડી પહેલા બાઈક ચાલક એનસીસી માટેની આગોતરી તૈયારીઓ કરશે. દરેક જિલ્લાને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. વિડિયો તસ્વીરો અને યુદ્ધ થતા યુએનમાં પ્રતિનિધિત્વ મુદ્દે મારા અનુભવો હું શેયર કરીશ.
તેમણે ગુજરાત તરફી મળતો પ્રેમ ખૂબજ વખાણ્યો હતો. ગીરના એક ગામડાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, એક સમયે હું ગીરના નાના ગામડામાં પહોંચ્યો હતો. જયાં ગામના આગેવાનોએ મારી કામગીરી પુછી હતી અને ૬૦૦ વિર્દ્યાીઓને રહેવા સહિતની સુવિધા ઉભી કરી દેવાની તૈયારી પણ દર્શાવી હતી. દેશભક્તિ અને બીજાના ભલાની ઈચ્છા ગુજરાતની પ્રજામાં ખૂબજ છે. તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે યુવાનોને સલાહ આપી હતી કે, વધુમાં વધુ સમક્ષ બનવું જોઈએ. એનસીસીના ફાયદા વર્ણવતા તેમણે કહ્યું હતું કે, એનસીસીમાં ભાગ લેવાથી મેરીટ ઉપર રહે છે. સર્ટીફીકેટ મળી ગયા બાદ રીટર્ન ટેસ્ટમાં બેસવું પડતું નથી. અન્ય ક્ષેત્રમાં નોકરી કરતા સેનાના જવાનોની નોકરી ખૂબજ સારી છે. એનસીસી ચારિત્ર નિર્માણ સો આત્મવિશ્ર્વાસ અને મનોબળ પણ વધારે છે.
રાજકોટમાં બેસ્ટ એનસીસી ટ્રેનીંગ એકેડેમી સપવાનું સ્વપ્ન મેજર જનરલનું હોવાનું કહ્યું હતું. તેમણે એકેડેમી અંગે ઉમેર્યું હતું કે, એકેડેમીના નિર્માણી સૌરાષ્ટ્ર-કચ્છના કેડેટસને ખૂબજ ફાયદો થશે. એકેડમીમાં ૭૦૦ લોકોને રહેવાની સગવડ ઉભી કરાશે. એક હોલની જરૂરીયાત છે. પરેડ માટે ગ્રાઉન્ડ રહેશે તેમ ફાયરીંગ રેન્જ પણ બનાવાશે. બાળકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
તેમણે પોતાના કરીયર વિશે કહ્યું હતું કે, હું એનસીસીનો રાજસનનો કેડેટ હતો. રાજપ ઉપર માર્ચ કરતી વખતે મારૂ સીલેકશન થયું હતું. ઈન્દિરા ગાંધીને ગાર્ડ ઓફ ઓનર દેવામાં પણ પસંદગી થઈ હતી. મેં પેરા જમ્પીંગને ખૂબજ પસંદ કર્યું છે. ૩૨ વર્ષી પેરા જમ્પીંગનો બેઝ મારી પાસે છે. એનસીસીએ મને ઘણું આપ્યું છે. કારગીલની લડાઈ તેમજ કાશ્મીરમાં આતંકી વિરુધ્ધના ઓપરેશન અને આફ્રિકાના દેશોમાં યુએનના હેઠળ શાંતિ સપવાના પ્રયાસને ભાગરૂપે પણ મેં કામ કર્યું છે. લડાઈમાં હું બે વખત ઘાયલ થયો છું, અમે ગોળીઓની સામે દોડીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, દેશભક્તિનું કામ માત્ર નશીબદારોને જ મળે છે. સૈન્ય નોકરી નહીં પરંતુ સેવા છે. જે ૨૪ કલાક કરવાની રહે છે. મોદી સાહેબ પણ સેવા કરી રહ્યાં છે. મોદી એનસીસીના કેડેટસ છે. તેમણે માછીમારો તેમજ સમુદ્ર તટ પર રહેતા નેવી કે મરીનમાં જોડાવાની પ્રામિકતા આપવાનો મત પણ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નેવી દ્વારા વેરાવળ, પોરબંદર, જામનગર, ભૂજ, ગાંધીધામ અને નવસારીમાં યુનિટ સ્પાયું છે. જયાં એક યુનિટ દીઠ ૨૫૦૦ બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે.
સરકાર એનસીસી એકેડમી સારી બનાવશે તો ખૂબજ ફાયદો શે તેવો મત પણ બ્રિગેડીયર અજીતસિંઘ શેખાવતે વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નાનપણમાં મારી શિક્ષા-દિક્ષા સાબરમતીના કિનારે ઈ છે. માટે હું ગુજરાતનું ઋણ ચૂકવવા માંગુ છું. જેના અનુસંધાને મેં ‘ગાંવ સે ગાંવ તક’ સહિતના અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે.