પશ્ચિમ બંગાળમાં બ્રિજ પડવાની ઘટનાઓ યથાવત છે. પહેલાં રાજધાની કોલકાતામાં પુલ પડવાની દુર્ઘટના ઘટી અને હવે શુક્રવારે સિલિગુડીમાં પણ નદી પર બનેલો એક પુલ પડી ગયો છે. વર્ષ 2013 પછી શહેરમાં પુલ પડવાની આ ત્રીજી ઘટના છે. મંગળવારે જ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક ફ્લાઇઓવર ધરાશાયી થઈ ગયો હતો. દક્ષિણ કોલકાતામાં ડાયમંડ હાર્બર રોડ પર બનેલો લગભગ 50 વર્ષ જૂનો માજેરહાટ પુલનો એક ભાગ મંગળવારે સાંજે પડી ગયો હતો. આ ઘટનામાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અનેક વાહનો દુર્ઘટનાની ઝપેટમાં આવી હતી.
A canal bridge in Siliguri’s Phansidewa collapsed early morning today. More details awaited. #WestBengal pic.twitter.com/pb542LHdqj
— ANI (@ANI) September 7, 2018
શુક્રવારે સિલિગુડીમાં પિછલા નદી પર બનેલો એક પુલ ધરાશાયી થઈ ગયો. આ પુલ રખલગંજ અને માનગંજને જોડે છે. જે દરમિયાન પુલ પડ્યો તે સમયે તેના પર વાહનો પસાર થઈ રહ્યાં હતા. તસવીરમાં પણ જોવા મળે છે કે પુલ પડવાથી ગાડીઓ ત્યાં ફસાઈ ગઈ છે.