બ્રિજ સેલ હસ્તક તમામ કામગીરી હવે ઝોનના સિટી એન્જિનિયરે જોવાની રહેશે: એટીપી ડી.એન.કાપડીયા અને બી.એન.ધામેચાની બદલી, રેનિશ વાછાણી અને એ.આર.લાલચેતાના ઝોન બદલાયા

મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા વહિવટી સરળતા માટે કોર્પોરેશનના અલગ-અલગ 21 અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહી છે. બ્રિજ સેલને વિખેરી નાંખવામાં આવ્યો છે. જ્યારે ચાર એટીપીની બદલી કરી દેવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઇન્ચાર્જ એડીશ્નલ સિટી એન્જીનીંયર કે.એસ.ગોહિલને બ્રિજ સેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેઓની હસ્તકની અન્ય કામગીરી યથાવત રાખવામાં આવી છે. વોર્ડ નં.1ના વોર્ડ એન્જીનીંયર વી.વી.પટેલની સેન્ટ્રલ ઝોન કચેરીના વોર્ડ નં.2, 3, 7 તથા ટીપી સ્કિમ નં.9, 19, 23 અને 24 ઉપરાંત માધાપરની તમામ ટીપી સ્કિમના એટીપી તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

એટીપી ડી.એન.કાપડીયાને વોર્ડ નં.1 ના વોર્ડ એન્જીનીંયર તરીકે, વેસ્ટ ઝોનના એટીપી રેનિશ વાંછાણીની ઇસ્ટ ઝોનના એટીપી તરીકે, વોટર વર્ક્સ શાખાના ડી.ઇ.ઇ. રાજેશ મકવાણાની ફરી વેસ્ટ ઝોનના એટીપી તરીકે, ઇસ્ટ ઝોનના એટીપી બી.એન.ધામેચાની વોટર વર્ક્સ શાખામાં, એટીપી એ.આર.લાલચેત્તાને ઇસ્ટ ઝોનમાં જ રાખવામાં આવ્યા છે. પરંતુ તેઓના ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રૂદ્રા કે.વાદીને વિજીલન્સ શાખામાં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત આશિષ રૂપાપરા, એચ.ડી.પાંભર, ઋષિત શાહ, સુનિતાબેન વસાવા, પિયુષ દવે, વી.એચ.વ્યાસ, કિશોર વેકરિયા, વી.એમ.વાગડીયા, પ્રદિપ કંડોલીયા, આર.જી.પરમાર, મોઇન ખાન, એમ.એ.બારોટ અને એમ.એમ.વેગડની બદલી કરવામાં આવી છે. શહેરમાં એકસાથે પાંચ-પાંચ બ્રિજનું કામ ચાલતું હોવાના કારણે જે-તે સમયે અલાયદો બ્રિજ સેલ ઉભો કરવામાં આવ્યો હતો. હાલ એકપણ બ્રિજનું કામ ચાલું નથી. આવામાં બ્રિજ સેલને વિખેરાઇ નાંખવામાં આવ્યો છે. દરમિયાન બ્રિજ સેલની બાકી રહેતી હવે પછીની તમામ કામગીરી જે-તે ઝોનના સિટી એન્જીનીંયરે કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.