છોકરીઓને તૈયાર થવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ ખાસ કરીને લગ્નમાં તે સુંદરતામાં કોઇપણ પ્રકારનાં બાંધછોડ ચલાવી લેતી નથી માટે અત્યારથી જ ચાલુ કરી દો નિયમિત સારવાર…..

 

– સુંદર દેખાવા માટે લગ્ન પહેલાની ટિપ્સ..

– સૌ પ્રથમ શરીરની ખૂબ જ કાળજી રાખવી યોગ્ય આહાર અને દૈનિક કસરત કરવી તેથી તમારી ચામડીમાં તેજ આવશે.

– ત્યાર બાદ તાજા સીઝનમાં ફળો, ફળોના જ્યુસ, કાચુ સલાહ, દહીં, ચીઝ વગેરેને તમારા ડાયેટમાં લો, અને તણાવ મુક્ત રહો….

– ડ્રાય સ્કિનની સફાઇ માટે ક્રિમનો ઉપયોગ કરી શકો છો, ઓઇલી સ્કિન માટે શુધ્ધ દૂધની મદદથી સફાઇ કરો….

– જો તમારી સ્કિન ડ્રાય કે ઓઇલી છે અથવા બ્લેક હેડ્સ છે તો તમારે ચહેરાની ત્વચા તેજ બનાવવા માટે તમે ઘરે સ્ક્રબ પણ કરી શકો છો. આમ અઠવાડિયામાં ૨ વખત કરવાથી ચોક્કસ ફાયદો થાય છે,

– સ્નાન કરતા પહેલા તલના તેલ. અથવા ઓલિવ ઓઇલથી મસાજ કરો ત્યારબાદ સ્નાન લેવું અને બાદમાં મોઇશ્ર્ચરાઇઝિંગ લોશન લગાવવું.

– બે ચમચી લીંબુનો રસ લો, ૪ ચમચી કોફી, ૨ ઇંડાને દહીંમાં મિક્સ કરો, આ મિશ્રણને લગ્નનાના બે દિવસ પહેલા વાળવા લગાવો. તેનાથી વાળ સ્વચ્છ થશે, પેક સુકાઇ ગયા બાદ શેમ્પુ કરો.

– લગ્નના વીક પહેલા મેડિક્યોર પેડિક્યોર કરાવી લો, હાથ-પગ અને નખની ખાસ સંભાળ સાથે માલિશ કરાવવી, ત્યારબાદ જો મહેંદી મૂકવામાં આવે તો તમારા હાથ સ્વચ્છ રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.