લગ્ન બાદ કન્યા માટે વિદાય વસમી હોય છે. લગ્ન બાદ પોતાના પરિવારને છોડવાની લાગણી બહુ અસહ્ય હોય છે. વિદાય સાથે કન્યાને ખૂબ જ દુ:ખ થાય છે. લગ્નબાદ વિદાય સાથે એક કન્યાનું હૃદય બેસી ગયું હતું અને મોત નિપજયું હતું.
લગ્ન કયારેક જીવલેણ બને છે. આવું જ એક નવપરિણીતા સાથે થયું હતું. લગ્ન બાદ વિદાય વેળાએ કન્યા એટલુ બધુ રોઈ કે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. નવી નવેલી દુલ્હનને હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી.
ઓરિસ્સાના સોનપૂર ગામના આ કરૂણ બનાવ અંગે મળતી માહિતી મુજબ લગ્નની ખુશીનો આ માહોલ કયારે માતમમા છવાઈ ગયો એની કોઈને ખબર જ નથી. શુક્રવારે જુલુડા ગામના મુરલી સાહુની પુત્રી રોજીના લગ્ન બલોગીર જિલ્લાનાં ટેટલ ગામના બીસીકેસન સાથે થયા હતા. કન્યા વિદાય વેળાએ એટલુ બધુ રડી કે તે અચાનક બેહોશ થઈ ગઈ. અને જમીન પર પટકાઈ હતી.
સ્થળ પર જ હાજર પરિવારના સદસ્યો અને અન્ય લોકોએ દુલ્હનના હાથ પગનું માલીશ કર્યું અને મોંપર પાણી પણ છાંટી જોયું પણ નવવધુ હોશમાં નહીં આવતા તરત જ તેને કુગુરાપાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ જયાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરી હતી. કારણમાં જણાવ્યું કે હૃદયરોગનો હુમલો આવી જતા મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલે પહોચી ગઈ હતી અને શબનું પોસ્ટમોર્ટમ કરાવી નવવધુના પરિવારજનોને સોંપ્યું હતુ. જીલુડા ગામના એક રહેવાસીના જણાવ્યા મુજબ રોજી છેલ્લા કેટલાક સમયથી ‘તાણ’માં રહેતી હતી અને થોડા માસ અગાઉ તેના પિતાનું મોત થયું હતુ એવું કહેવાય છે કે પિતાના અવસાન બાદ તેના મામા અને સામાજીક કાર્યકરોએ મળી રોજીના લગ્નનું આયોજન કર્યું હતુ તેમાં આ બનાવ બન્યો હતો.