મનપા અને મહિલા આઇટીઆઇના ઉપકમે યોજાયો ફેશન ફિએસ્ટા: બ્રાઇડલ શોમાં વિવિધ રાજયોની દુલ્હનનો પરિવેશ, મહિલા ફેશન ડિઝાઇનરોની અદભુત પ્રતિકૃતિ

સાઇકલ વિતરણ મેયર બીનાબેન આચાર્યની પ્રેરણ ઉ૫સ્થિતિ

રાજકોટ મહાનગરપાલિકા અને મહિલા આઇ.ટી.આઇ. ના ઉપક્રમે ફેશન ફિએસ્ટા ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન ફિએસ્ટાનું ઉદધાટન મેયર બીનાબેન આચાર્યે હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફિએસ્ટામાં બ્રાઇડલ શો, નાટક, ડાન્સ વગેરે જેવા કાર્યક્રમ યોજાયા હતા.vlcsnap 2019 02 28 17h37m01s234

બ્રાઇડલ શો માં ગુજરાત, બંગાળ, ઉત્તર ભારત, પંજાબ, જેવા રાજયોની દુલ્હનનો પરીવેશ ને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તુમન એમ્પાયરનો હતો. જેમાં ફેશન ડિઝાઇનરની મહિલાઓ દ્વારા કઇ રીતે સ્ત્રી સ્વનિર્ભર બને તેની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી.vlcsnap 2019 02 28 17h37m13s432

આ કાર્યક્રમમાં સાઇકલ શેરીગ પ્રોજેકટ દ્વારા સાઇકલ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ફેશન ફિયેસ્ટામાં મેયર બીનાબેન આચાર્ય, શીલુબેન સહીતના મહાનુભાવોએ હાજરી આપી હતી.આર.કે. ત્રિવેદી મહીલા આઇટીઆઇ રાજકોટ પ્રિન્સીપલ મીહલા આઇટીઆઇ રાજકોટના પ્રિન્સીપાલ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહિલા દ્વારા ફેશન ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે અમારી કોલેજમાં આર્ટસને લગતા જુદા જુદા કોર્ષ ચાલી રહ્યા છે.vlcsnap 2019 02 28 17h39m11s665

જેમાં ૩૨૦ મહીલાઓ અભ્યાસ કરે છે. પરંતુ એ મહિલાઓને સ્ટેજ  પર્ફોમન્સ કરવાની તક મળતી નથી. કે આગળ વધી શકતા નથી તો આવી મહીલાઓનો સ્ટેજ ફિઅર દુર કરવા માટે આ ફિયેસ્ટાનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમમાં ફેશન શો બ્રાઇડસ મેેકઅપ શો ડાન્સ અને નાટક જેવા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું આ બધુ આયોજન કોલેજની  મહિલાઓએ કર્યુ છે. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૩૦ જેટલી મહીલાઓએ ભાગ લીધો હતો.vlcsnap 2019 02 28 17h38m42s070

મહીલા આઇ.ટી.આઇ. ફેશન ડીઝાઇનીંગ કોલેજની પાટડીયા દિશાએ જણાવ્યું હતું કે આ ફેશન શો માં મે પ્રાર્થના સ્તુતીમાં ભાગ લીધો હતો. અમે આ ફેશન શોની તૈયારી ઘણા દિવસોથી કરી રહ્યા હતા. આ ફેશન શોથી વુમન એમ્પાવરમેન્ટ દર્શાવ્યું છે. આ ફેશન શો ડાન્સ ડ્રામા જેવી કૃતિઓ રાખી છે. આ ફેશન શોમાં લગ્ન થઇ ગયેલી મહીલાઓએ પણ ભાગ લીધો હતો. જેથીસમાજ પણ સમજાય કે સ્ત્રીઓ લગ્ન પછી પણ અભ્યાસ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.