કહેવાય છે ને કે કોશિષ કરનેવાલો કી હાર નહી હોતી તેવું જ સાબિત કરી બતાવ્યું છે આ બ્લોગર્સ બોયઝે કાનપુરનાં આ ઇંટોની ભઠ્ઠીમાં મંજુરી કરનારા છોકરાઓ આજે સોશ્યિલ નેટવર્કિગ સાઇટ્સ પર બ્લોગ લખે છે એક સંસ્થા દ્વારા તેમને આ ઇંટની ભઠ્ઠીના કામમાંથી બચાવવામાં આવ્યા હતા. અને સંસ્થાની છાત્રાલયમાં શરણોથી બનાવી શિક્ષિત કરવામાં આવ્યા હતા.

આ સંસ્થા જ તેમનું ઘર હતુ એક વખત સંસ્થાના સંચાલકને વિચાર આવ્યો કે તેમની કુશળતામાં એક ઝાંખી કરવી જોઇએ માટે આ બાળકોને બ્લેક બોર્ડ પર કંઇક લખવાનું કહ્યુ તો અમુકે કંઇ જ લખ્યુ નહી તો ઘણાંએ બોર્ડ પર નાની નાની કવિતાઓ લખી સંચાલકને વિચાર આવ્યો કે તેમને પ્રોત્સાહન આપી આગળ વધવા મોકો આપવો જોઇએ જ્યારે તેમણે બ્લોગ લખવાની શરુઆત કરી તો આ જોઇ તેઓ આશ્ર્ચર્ય પામી ગયા આજે દોઢ લાખ વાંચકો તેમની સાઇટ્સ પર કાયમી છે. અને આજે તેઓ હજારો કમાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.