એક તરફ ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીના ફેન્સ તેને થયેલી ઈજાથી હતાશ છે ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હરભજન સિંહ કોહલીને થયેલી ગરદનની ઈજાથી ખુશ છે. તેણે કહ્યું કે, આ ઈજા વિરાટ માટે વરદાનરૂપ છે! ઉલ્લેખનીય છે કે, વિરાટને ઈંઙક દરમિયાન ગરદનના ભાગે ઈજા થઈ હતી. હરભજને પોતાની ખુશી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું, આ ઈજાને કારણે કોહલીને અત્યંત વ્યસ્ત સત્ર બાદ આરામ મળી જશે અને ઈંગ્લેન્ડ પ્રવાસ સુધીમાં સંપૂર્ણ રીતે ફ્રેશ અને ફિટ થઈ જશે.

હરભજને કહ્યું કે, ઈંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થવામાં હજી ઘણો સમય છે, ત્યાં સુધીમાં તે ફિટ થઈ જશે. એ સારી વાત છે કે, તે કાઉન્ટીમાં નથી રમી રહ્યો કારણ કે, તેને આરામની જરૂર છે. ઈંઙક ખૂબ જ વ્યસ્ત ટૂર્નામેન્ટ છે.

ભજ્જીનું કહેવું છે કે, ઈંઙકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ઓછામાં ઓછો ૧૫ દિવસનો આરામ તો ઈચ્છે જ છે. મારું માનવું છે કે, કોહલી ઈંગ્લિશ કાઉન્ટીમાં નથી રમી રહ્યો તે ઘણી સારી વાત છે.

તેણે આગળ જણાવ્યું કે, વિરાટ એક એવો પ્લેયર છે જે કોઈપણ પરિસ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ રમત રમવાની ક્ષમતા ધરાવે છે.આ વખતે ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન સુધરશે અને કાઉન્ટી ન રમવાથી તેના પ્રદર્શન પર કોઈ ફર્ક નહીં પડે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.