૧૦ લાંચીયા પોલીસ કર્મચારીઓની દુરના સ્થળે સાગમટી બદલીના આદેશ કરતા રાજય પોલીસ વડા
લાંચવૃત્તિ દ્વારા તંત્રને ભ્રષ્ટ કરતા પોલીસ કર્મચારીઓ સામે રાજયનાં પોલીસવડાએ લાલ આંખ બતાવી લાંચ લેતા ઝડપાયેલા દશ પોલીસ કર્મીઓ સામે શિક્ષાત્મક પગલા ભરી જીલ્લા ખાતેથી દુરના સ્થળે બદલી માટેના હુકમો કર્યા છે. જમાં મોરબી, પોરબંદર, ખેડા, આણંદ, મહીસાગર અને અમદાવાદના લાંચીયા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.જેની સામે પગલા લઇ દુરના સ્થળે બદલી કરાઇ છે તેમાં મોરબીના હળવદ પોલીસ મથકના રે.કો. પ્રવિણભાઇ જશમલભાઇ ચંદ્રાલા . ૪૦ હજારની લાંચમાં ઝડપાયા હતા. તેની છોટા ઉદયપુર બદલી કરાઇ છે. વાંકાનેર રે.કો. ૫૦ હજારની લાંચમાં ઝડપાયા હતા. તેની તાપી (વ્યારા) બદલી કરાઇ છે. પોરબંદરના બગવદર પોલીસ મથકના પો.કોન્સ. રવિન્દ્ર છગનભાઇ ચૌહાણ ૬૦ હજારની લાંચમાં તાપી (વ્યારા) બદલી કરાઇ છે.ઉપરાંત અમદાવાદ ગાયકવાડ પોીસ મથકના પો. કોન્સ. પ્રભુદાસ ડામોર, ક્રિષ્નાબેન બારોટ, તથા એએસઆઇ દિલીપચંદ્ર બારોટને . ૧૦૦ ની લાંચમાં અનુક્રમે ડાંગ આહવા, પોરબંદર, કચ્છ-ભુજ આણંદ પોલીસ મથકના એએસઆઇ સુભાષ શર્માને . ૫૦૦ ની લાંચમાં ભાવનગર, ખેડા, પોલીસના હેડ કોન્સ. લાંચમાં અનુક્રમે પોરબંદર તથા ભુજ તથા મહિસાગરના બાકોર પોલીસ મથકના હેડ કોન્સ. હિરાભાઇ પરમારને . ૨૫૦૦ ની લાંચમાં પોરબંદર બદલી કરાઇ છે.એસીબી નિયામક દ્વારા લાંચીયા પોલીસ કર્મીઓ અંગે રાજયના પોલીસવડા આશિષ ભાટીયાને અહેવાલ સુપ્રત કરાતા દુર સ્થળે બદલી કરી હાજર થયા બાદ ફરજ મોકુફી હેઠળના આદેશ પોલીસ વડા દ્વારા કરાયા છે.