મેકુલમે તેનો છેલ્લો મેચ ગ્લોબલ ટી-૨૦ લીગ કેનેડા તરફથી રમ્યો
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની બ્રેન્ડમ મેકુલમે કે જેની વિસ્ફોટક બેટીંગનાં કારણે ક્રિકેટ જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેને ક્રિકેટનાં તમામ ફોરમેટમાંથી નિવૃતિ લઈ લીધી. બ્રેન્ડમ મેકુલમે ગ્લોબલ ટી-૨૦ લીગ કેનેડા ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તે નિવૃતિ લેશે તેમ તેને જણાવ્યું હતું. મેકુલમે ટવીટ કરતાં જણાવ્યું હતું કે, તે તેની ક્રિકેટ કારકિર્દીમાંથી ઘણો સંતોષ પ્રાપ્ત થયો છે.
૩૭ વર્ષીય બ્રેન્ડમ મેકુલમે ૨૦૧૫માં ન્યુઝીલેન્ડને વિશ્ર્વકપ ફાઈનલમાં પહોંચાડવા માટે ખુબ જ મહેનત કરી હતી પરંતુ ફાઈનલ જીતવા કિવીઝ ટીમ અસફળ સાબિત થઈ હતી. બ્રેન્ડમ મેકુલમે ટવીટ કરતાં જણાવ્યું હતું કે તેને જે અપેક્ષા હતી તેનાથી પણ તેને વધુ પ્રાપ્ત થયું છે.
૨૦ વર્ષની પ્રોફેશનલ કેરિયરમાં તેનું જે સ્તર ઉચું આવ્યું છે તેનો સંપૂર્ણ શ્રેય ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટને જાય છે. ગત થોડા વર્ષોમાં મેકુલમ દ્વારા વિશ્ર્વની તમામ મોટી ટી-૨૦ લીગમાં ભાગ લઈ ૨૦-૨૦ મેચોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ટી-૨૦ ક્રિકેટમાં ગેઈલ બાદ વિશ્ર્વનો બીજો ખેલાડી બન્યો છે કે જેને ૧૦,૦૦૦થી વધુ રન નોંધાવ્યા છે આથી કહી શકાય કે ક્રિકેટનાં તમામ ફોરમેટમાંથી નિવૃતિ લેતાં ન્યુઝીલેન્ડ ટીમને મેકુલમને ખોટ સાલશે.