રાજ્ય સરકારના આગોતરા આયોજનના પગલે મોરબી જિલ્લાના અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોમાં તત્કાળ બચાવ રાહત કામગીરી:૧૧૦૦ લોકોનું સલામત સ્થળાંતર

ખુદાને રહેમતની માંગ પોકારતા છતને આધારે બેઠાતા, અને ખુદાઇ ખીદમતગાર જેવા હેલીકોપ્ટરમાં આવેલી બચાવ રાહતની ટીમે અમને બચાવ્યા, બાકી અમે તો મોત ભાળી ગયાતા માળીયા તાલુકામાં પડેલા ભારે વરસાદ અને જળપ્રકોપથી અસરગ્રસ્ત જેડા શીરાઝ ઇકબાલભાઇ અને કુટુંબીજનો હજુ પણ આફતના સમયને સંભારીને ભયથી થરથરે છે. અગાઉ તા. ૨ જુલાઇના રોજ આવેલ ભારે વરસાદને કારણે મોરબી અને ટંકારામાં થયેલ પારાવાર નુકશાનમાંથી હજૂ મોરબી જિલ્લો બેઠો થયો હતો ત્યાંજ ૨૧મી જૂલાઇના રોજ હવામાન ખાતાની આગાહિ મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. તેમાંય સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાઅને થાનમાં ૨૦ ઇંચથી વધુ થયેલા વરસાદના કારણે  ચોટીલાનું મોલડી તળાવ તુટતા તથા મચ્છુ-૧ ડેમના ઉપરવાસમાં ૧૦ ઇંય જેવો વરસાદ થતાં ડેમ ઓવરફલો થતાં વધારાનું પાણી છોડવામાં આવ્યું પરિણાામે મચ્છુ -૨ ડેમમાં પાણીની આવક વધતાં હેઠવાસના માળીયા તાલુકાના અનેક ગામો અને વસ્તારોમાં પુરની પરીસ્થિતી ઉદભવી આમ ઉપરાઉપર બીજી વાર આ વિસ્તારને જલપ્રકોપનો સામનો કરવાનો આવ્યો છે. ભુતકાળમાં ભયંકર પુર હોનારત, ભૂકંપ જેવી અનેક કુદરતી આફતો સામે કાઠીયાવાડી ખમીરથી લડનાર મોરબી જિલ્લો આ આફતને પણ ધૈર્ય અને અભુતપૂર્વ હિંમતથી જીરવી ગયો અને પૂન: પૂર્વવત થવા તૈયાર થઇ રહ્યો છે.

raileay track 1માળીયા આસપાસના હેઠવાસમાં પાણી ભરાતા વાંકાનેરના રાજસ્થળીના ૧૮,મેસરીયા ગામના ૭૦, મહિકા ગામના ૫૦૦, ધમલપર ગામના ૫૦ તથા લુણસરિયા ગામના ૨૦૦, માળીયા મોરટીંબાના ૫૫, વજેપર વિસ્તારના ૫૦, માળીયાના ૯૫ તથા રાજસંગપરના ૧૯ વ્યકતીઓને રાજકોટ ફાયર બિગ્રેડ ટીમ, મોરબી જિલ્લા વહિવટીતંત્ર અને એન.ડી.આર.એફની ટુકડી દ્વારા બચાવાઇ હતી જયારે માળીયાના ૧૩ લોકોને જામનગરથી એરફોર્સના બે હેલીકોપ્ટરોની મદદથી બચાવની ત્વરીત કામગીરી કરી ઘુંટુહેલીપેડ દ્વારા સલામત સ્થળે પહોંચાડી દેવાઇ હતી. જે દરમિયાન તેઓને તત્કાળ આરોગ્યલક્ષી સેવાઓ તથા રહેવા જમવાની વ્યવસ્થા પણ કરાઇ વહિવટી તંત્ર દ્વારા કરાઇ હતી.

માળીયા તાલુકામાં તા.૨૨મી જુલાઇથી ચાલુ રહેલ જલપ્રકોપને કારણે માળીયા  વાધરવા તથા માળીયા ઇન્દ્રનગર રેલ્વે ટ્રેકને ભારે નુકશાન થયું છે. રેલ્વે ટ્રેકમાં ૧૦૦ થી ૧૫૦ મીટરના ૮ પેચીઝ કરવા પડે તેવા ટ્રેકમાંગાબડા છે તથા અમુક સ્થળે ઉખડેલા રેલ્વે ટ્રેકના અવશેષો તારાજીની ભયંકરતા દર્શાવે છે. કુલ મળીને ૫૦૦ મીટરનો રેલ્વેટ્રેક સંપૂર્ણ ધોવાઇ ગયો છે. જેના કારણે છેલ્લા પાંચ દિવસથી રેલ્વે વ્યવહાર બંધ છે. તેમ જણાવતાં રેલ્વેના આસી. એન્જીનીયર   પ્રતાપસીંગ જણાવે છે કે આ બંધ વ્યવહારને પુન: ચાલુ કરવા રેલ્વે દ્વારા ૪૦ જેટલા ડંમ્પરો અને જેસીબીની મદદથી ૨૪ કલાક રિપેરીંગની કામગીરી કરતાં સાત આઠ દિવસમાંજ ફરીથી રેલ્વે વ્યવહાર પૂર્વવત ચાલુ થઇ જશે.

૨૧મી જૂલાઇના રોજ હવામાન ખાતાની આગાહિને ધ્યાને લઇને જિલ્લા કલેકટર  આઇ.કે.પટેલની રાહબરી હેઠળ બચાવની આગોતરા આયોજન મુજબ અગાઉથીજ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાંઆવ્યા હતા. આમ છતાં કલેકટર  પટેલના જણાાવ્યાનુસાર મચ્છુ- ૨ ડેમના પાણીના કારણે ૨૫૦ જેટલા લોકો ફસાઇ જતાં તેઓને તત્કાળ મોરબી અને રાજકોટની ફાયર બ્રીગેડ ટીમ, એન.ડી.આર.એફની ટુકડી દ્વારા બચાવાઇ લેવાઇ હતી જયારે ૧૩ જેટલા લોકોને બચાવવા મુશ્કેલ જણાતાં સત્વરે જામનગરથી એરફોર્સના બે હેલીકોપ્ટરોને બોલાવી આ તમામનો બચાવ કરાયો હતો. આમ એક પણ જાનહાની થઇ નથી. આ ઉપરાંત તુરતજ જિલ્લાના બે સિનિયર ઓફીસરોને બચાવ અને રાહતની દેખરેખ માટે નિમણુંક કરી દેવાઇ હતી. જેના દ્વારા અસરગ્રસ્ત પરિવારોને પૌષ્ટીક આહાર મળી રહે તે માટે રસોડાની વ્યવસ્થા ઉભી કરી ભોજનની વ્યવસ્થા કરાઇ છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરેઘર તપાસ કરી રોગચાળો ન ફેલાય તે માટે દવાઓ અને અન્ય સારવાર ત્વરીત કળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.