ભારતીય વાયુસેના (આઈએએફ)ના હેલિકોપ્ટર દ્વારા છત્તીસગઢના બિલાસપુર નજીક ખુતાઘાટ ડેમ પર અટવાયેલા એક વ્યક્તિને બચાવવાઆખી રાત બચાવ કામગીરી કરવામાં આવી હતી.

ભારે વરસાદના પગલે પાણીનો પ્રવાહ ખૂબ તીવ્ર હતો. આવા સંજોગોમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા વાયુસેનાની ટુકડી આવી પહોંચી હતી. વિગતો મુજબ, વરસાદના પાણીથી બચવાની ફિરાકમાં ધસમસતા પ્રવાહમાં ગયેલો વ્યક્તિ તણાવા લાગ્યો હતો ત્યારે એકાએક તેણે પણીમાં મોટો પથ્થર પકડી બચવાનો પ્રયત્ન કર્યો હતો. મધપ્રવાહમાં ફસાયેલા આ વ્યક્તિને બચાવવા વાયુસેનાની ટિમ આવી હતી અને એરલીફ્ટ કરાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.