પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે 170થી વધુ દર્દીઓને
45 એનેસ્થેસીયોલોજીસ્ટનું માર્ગદર્શન અબતક, રાજકોટ

કોરોનાના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા 170થી વધુ દર્દીઓ માટે પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે 45 એનેસ્થેસીયોલોજીસ્ટની સારવાર આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. કોરોનાને કારણે શ્વસન તંત્રની સમસ્યાઅનુભવતા દર્દીઓ માટે પડદા પાછળ રહીને ક્રિટીકલ કેરથી માંડીને દર્દી સામાન્ય રીતે શ્વાસોચ્છવાસ લેતો થાય ત્યાં સુધીની મહત્વની ભુમિકા ભજવનાર એનેસ્થેસિયોલોજીસ્ટ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ના દર્દીઓ માટે રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત 170 થી 180 જેટલા દર્દીઓ એનેસ્થેસિયોલોજીસ્ટની સારવાર મેળવી રહ્યા છે.

સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એવી સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર?

 

આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર દીપા ગોંડલીયા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ કોવિડ-19ના અતિ ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સારવાર કરીએ છીએ. કોવિડ-19 ની અસર તળે વ્યક્તિમાં લોહી ગંઠાઈ જવું, ફેફસાને પુરતો ઓક્સિજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થઈ જવી, વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનેસ્થેસિયા વિભાગના કુલ 45 જેટલા ડોક્ટરો સતત કાર્યરત છે જેમાં સિનીયર ક્ધસલ્ટન્ટ, સિનિયર રેસિડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.દરરોજ દિવસમાં 20 મિનીટ પ્રાણાયમ  યોગ, પ્રાણાયમ, તથા ઉંડા શ્વાસની સાથે ઓમકારનું નિયમિત રટણ કરવું અથવા સાયક્લીંગ કે રનિંગ કરવાથી પણ સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગ કોવિડ-19ના દર્દીઓ માટે રાતદિવસની પરવા કર્યા વગર ઉત્તમોત્તમ સારવાર આપી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.