વકીલોની આવકમાં ૧૫ ટકાનો વધારો થાય તેવી સંભાવના
દેશભરમાં ચર્ચા જગાવનારો ટ્રિપલ તલાક વિરોધી ખરડો રાજયસભામાં પણ બહુમતિથી પસાર
આઝાદી બાદ ગઈકાલે સંસદમાં એક ઐતિહાસીક ખરડો બહુમતીથી પસાર થયો હતો. લાંબા સમયથી દેશભરમાં વિવાદ જગાવનારા મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવનમાં ભોગવવી પડતી સમસ્યાઓથી છૂટકારો આપીને ‘સ્વતંત્રતા’નો શ્વાસ લેવાની છૂટ આપનારા ટ્રિપલ તલ્લાક ખરડાને રાજય સભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ ખરડા પસાર થતા રાષ્ટ્રપતિની આખરી મંજૂરી બાદ ટુંક સમયમાં કાયદાનું સ્વરૂપ લેશે આ નવા કાયદામાં ત્વરીત તલ્લાક કે જેને તલ્લાક-એ-બિદત કહેવામાં આવે છે તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું છે. આવા કૃત્ય બદલ મુસ્લિમ પૂરૂષોને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ કરવામાં આવશે.
મુસ્લિમ ધર્મની પરંપરા મુજબ મહિલાઓને પૂરૂષ સમોવડી ગણવામાં આવતી નથી મુસ્લિમોનાં શરીયતનાકાયદા મુજબ કોઈપણ મુસ્લિમ પુરૂષ પોતાની પત્નિને મૌખીક રીતે ત્રણ વખત તલ્લાક બોલીને છૂટાછેડા આપી મૌખીક રીતે શકતો હતો જેથી આવી તલ્લાક દા મુસ્લિમ મહિલાઓને પોતાનું જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી જેથી બદલાતા સમયની માંગ પ્રમાણે મુસ્લિમ મહિલાઓને આ અન્યાયકરી કાયદામાંથી છૂટકારો આપવા માંગ ઉઠવા પામી હતી જેથી મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં આ અન્યાયકારી કાયદામાંફેરફાર લાવવા પ્રયત્નો કરીને ટ્રિપલ તલ્લાકને ગેરલાયક ઠેરવતો કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાયદા સામે દેશભરનાં મુસ્લિમ સમાજના પુરૂષોમાં ભારે વિરોધ ઉભો થવા પામ્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ આ કાયદામાં કેદની સજાની જોગવાઈના મુદે તેનો વિરોધ કર્યો હતો.
જેથી રાજયસભામાં બહુમતીના અભાવે આ ખરડો મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પસાર થઈ શકયો ન હતા તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે ફરીથી સત્તારૂઢ થયેલી મોદી સરકારે ટ્રિપલ તલ્લાકનો ખરડો ફરીથી સંસદમાં રજૂ કર્યો હતો. લોકસભામાં આસાનીથી પસાર થયા બાદ આ બદલાયેલી રાજકીય સ્થિતિના કારણે રાજયસભામાં પણ કોંગ્રેસ સહિતનાવિપક્ષોના વિરોધ વચ્ચે ગઈકાલે ૯૯ વિરૂધ્ધ ૮૪ મતોની બહુમતીથી પસાર થયો હતો.
આ ખરડો સંસદના બંને ગૃહોમાં બહુમતીથી પસાર થઈ જતા રાષ્ટ્રપતિની આખરી મંજૂરી બાદ ટુંક સમયમાં કાયદાનું સ્વરૂપ લઈ લેશે. આ નવા કાયદા મુજબ ટ્રિપલ તલ્લાકને ગેરલાયક ઠેરવવામાંઆવ્યું છે. તેના ભંગ બદલ મુસ્લિમ પુરૂષોને ત્રણ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કાયદામાં તલ્લાક લેવા માટે ફેમીલીકોર્ટમાં દાવો કરવો પડશે અને જજની મંજૂરી બાદ જ તલ્લાક મેળવી શકાશે મુસ્લિમ મહિલાઓને જજ નકકી કરે તે ભરણપોષણની રકમ પણ મળશે ઉપરાંત મહિલાઓને તેના સગીર બાળકોનો હકક પણ મળશે. મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવન દરમ્યાન તેમના પતિ કે સાસરીયા પક્ષ અપાતા માનસીક શારીરીક ત્રાસ સામે કાયદાનું રક્ષણ મળશે. કોઈ મુસ્લિમ મહિલાને તેના પતિ દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રિપલ તલ્લાક આપવામાં આવે તો તેની ફરિયાદ મહિલા કે તેના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં કરીને ન્યાય માંગી શકશે આમ, આ ટ્રિપલ તલ્લાકને રદબાતલ ઠરાવતો નવો કાયદો દેશની મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવનમાં પતિ જેટલા હકકો આપીને સ્વતંત્રતાનો નવો શ્ર્વાસ પૂરવા સમાન બનશે તે નિશ્ચિત છે.
પરંતુ આ નવા કાયદો બનાવાથીઅનેક નવી સમસ્યાઓ ઉભી થવાની સંભાવના છે. દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૫ ટકાની આસપાસ છે. હાલમાં મોટાભાગ તલ્લાક શરીયતના કાયદા મુજબ ત્રણ વખત તલ્લાક બોલીને થાય છે તે હવે ફેમીલી કોર્ટમાં નિયમાનુસાર થશે જેની દેશભરની ફેમીલી કોર્ટોમાં પહેલેથી પડતર પડેલા લાખો કેસોમાં મોટી સંખ્યા નવા કેસોનો વધારો થશે જેની, નવા કેસો આવવાથી વકીલોની આવકમાં વધારો થશે. જેથી આ વધનારી સમસ્યાના નિરાકરણ માટે નવા કાયદાનો તંત્રએ પણ અમલ થાય તે સાથે તંત્રએ પણ જરૂરી પગલા લેવા પડશે જેથી મુસ્લિમ મહિલાઓને સ્વતંત્રતા આપનારો આ કાયદો બનાવવાનો ઉદેશ્ય સાચા અર્થમાં ફળીભૂત થશે.