સ્તનપાન : બાળકમાં HIV અને ડાયાબીટીઝથી દૂર રાખે છે
સ્તનપાન એ નવજાત શીશુ માટે અમૃત સમાન છે. અને એટલે જ શીશુ છ મહિનાનું થાય ત્યાં સુધી માત્ર સ્તનપાન કરાવવું એ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. માતાનું દૂધ બાળકમાં ટાઇપ ૨ ડાયાબીટીઝનાં ખતરાને ૪૭% સુધી ઘટાડવામાં મદદરુપ થાય છે.
આ બાબતે પૂરવાર કરતાં જામા ઇન્ટરનલ મેડિસીનમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે. WHOઅને અમેરિકા બાલ રોગ એકેડમી દ્વારા જાણવા મળ્યા મુજબ નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ જ લાભદાઇ હોય છે.
– માતાનું દૂધ કેટલું ગુણકારી
માં નાં દૂધમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે. જે નવજાત શિશુ માટે અમૃત સમાન જ ગણાય છે. સાથે-સાથે અનેક બિમારીઓ સામે લડવાની શક્તિ પણ આપે છે.
આ ઉપરાંત બાળકની પાચનક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે એ સાથે જ મગજ, હાડકાં, વગેરેને મજબૂત કરે છે.
સ્તનપાન કરતાં બાળકમાં અસ્થમા, અને એક્ઝિમાંના ખતરાથી પણ બચી શકાય છે.
– HIVથી બચાવે છે માતાનું દૂધ
નવજાત શિશુ માટે માતાનું દૂધ એટલું મહત્વનું હોય છે. જેનાં સેવનથી બાળકને HIVજેવી ખતરનાક બિમારીથી પણ દૂર રાખી શકાય છે. માતાનાં દૂધમાં ઓલિગોસૈક્રાઇડ્સ નામનાં કેટલાંક બાયોએક્ટિવનું ઉચ્ચ પ્રમાણ હોય છે.
જે પ્રસૃતિ બાદ HIVગ્રસ્ત માતાથી બાળકને HIVસંક્રમિત થતા રોકે છે.
– માતા મો સ્તનપાન કરાવવું કેટલું જરુરી…?
સ્તનપાન જે રીતે બાળક માટે સ્વાસ્થ્યવર્ધક છે. તેવી જ રીતે માતા માટે પણ એટલું જ ઉપયોગી હોય છે. સ્તનપાન કરાવતી માતામાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા નહિવત જોવા મળે છે. અને તેનાં સુડોળ શરીર માટે પણ એટલું જ જરુરી છે. આ ઉ૫રાંત સ્તન પાનથી બાળકને પણ કેન્સર થવાનો ખતરો નહિંવત રહે છે.
માતાના દૂધમાં ટ્રેલ નામનું પ્રોટીન મળી રહે છે. જે લિમ્ફોબ્લાસ્ટિક નામનાં રોગથી બચાવે છે.
– નવજાત શિશુ અને સ્વાસ્થ્ય.
નવજાત શિશુનાં જન્મ બાદ અનેક બિમારીઓ શરુ થતી હોય છે. જેનું મુખ્ય કારણ તેનું નબળું શરીર હોય છે. નાનાં બાળકનાં દાંત ખૂબ જ નબળા હોય છે. અને તેનો છપરોગથી દૂર રાખવા માતાનું રહેલ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત બાળકની આંખની રોશની વધારવામાં, એકાગ્રતા માટે માતાનાં દૂધમાં રહેલું ફેટી એસિડ ખૂબ મદદરુપ રહે છે. તેમજ આંખ અને દ્રષ્ટિને સંબંધિત કોઇપણ બિમારીથી લડવાની ક્ષમતા વધારે છે. સ્તનપાન…..